Home /News /gujarat /આતંકીઓના કથિત આકા જાકીર નાઇક સાથે કોંગી નેતા દિગ્વિજયસિંહના વીડિયોથી વિવાદ

આતંકીઓના કથિત આકા જાકીર નાઇક સાથે કોંગી નેતા દિગ્વિજયસિંહના વીડિયોથી વિવાદ

#ઢાકા આતંકી હુમલા બાદ મુસ્લિમ ઉપદેશક જાકીર નાઇક તપાસ એજન્સીઓના નિશાને છે ત્યારે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ પણ જાકીર નાઇકના કાર્યક્રમમાં સાથે હતા અને તેઓ જાકીરના વખાણ કરી રહ્યા છે.

#ઢાકા આતંકી હુમલા બાદ મુસ્લિમ ઉપદેશક જાકીર નાઇક તપાસ એજન્સીઓના નિશાને છે ત્યારે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ પણ જાકીર નાઇકના કાર્યક્રમમાં સાથે હતા અને તેઓ જાકીરના વખાણ કરી રહ્યા છે.

  • Pradesh18
  • Last Updated :
    નવી દિલ્હી #ઢાકા આતંકી હુમલા બાદ મુસ્લિમ ઉપદેશક જાકીર નાઇક તપાસ એજન્સીઓના નિશાને છે ત્યારે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ પણ જાકીર નાઇકના કાર્યક્રમમાં સાથે હતા અને તેઓ જાકીરના વખાણ કરી રહ્યા છે.

    આ વીડિયો 2012નો છે અને એમાં દેખાય છે કે દિગ્વિજયસિંહ મંચ પર બેઠા છે અને જાકીરની પ્રશંસા કરી રહ્યા છે. દિગ્વિજયસિંહની આ મામલે સ્પષ્ટતા પણ સામે આવી છે તેમણે કહ્યું કે, મેં કોઇ ખોટી વાત કરી નથી.

    કોંગ્રેસ જ્યારે જાકીર નાઇકની પીસ ટીવીને લઇને મોદી સરકાર પર પ્રહાર કરી રહી છે એવામાં દિગ્વિજયસિંહના આ વીડિયોને લઇને કોંગ્રેસ બેકફુટ પર આવી શકે એમ છે.

    ઢાકા આતંકવી હુમલાને અંજામ આપનારાઓના ઇસ્લામિક વિદ્વાન જાકીર નાઇકથી પ્રભાવિત થવાના રિપોર્ટ સામે આવતાં મુંબઇ પોલીસ અને એનઆઇએ દ્વારા એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ઢાકા હુમલાના બે આતંકવાદીઓ જાકીરથી પ્રભાવિત હોવાનું ખુલ્લું છે જેને પગલે જાકીર સુરક્ષા એજન્સીઓના ટારગેટમાં છે.
    First published:

    Tags: આતંકવાદ, કોંગ્રેસ, જાકીર નાઇક, દિગ્વિજયસિંહ

    विज्ञापन