21 વર્ષ બાદ આજે 1996ના ધોતિયા કાંડ મામલે મેટ્રો કોર્ટે આદેશ સંભળાવતા રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. અમદાવાદ મેટ્રો કોર્ટે આજે 1996ના ધોતિયાકાંડ મામલે ભાજપના મોટા નેતાઓ પ્રવિણ તોગડિયા, બાબુ જમના સહિત 39 નેતાઓ સામે બિનજામીનપત્ર વોરંટ ઈસ્યું કરતા ગુજરાત રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
મેટ્રો કોર્ટે 1996ના ધોતિયાકાંડ મામલે આદેશ જાહેર કરતા કહ્યું કે, તમામ આરોપીઓને 30 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, આ તમામ આરોપીઓ પર આક્ષેપ છે કે, તેમણે 1996માં ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલ પર હુમલો કર્યો હતો, એટલું જ નહીં ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલને બધાએ ભેગામળી ધોતિયું કાઢી માર માર્યો હતો. એટલે આ મામલો ધોતિયા કાંડ તરીકે ઓળખાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર