Home /News /gujarat /Kishan bharwad murder case: માસ્ટર માઈન્ડ મૌલવી કમરગની ઉસ્માનીને કોર્ટમાં કરાયો રજૂ

Kishan bharwad murder case: માસ્ટર માઈન્ડ મૌલવી કમરગની ઉસ્માનીને કોર્ટમાં કરાયો રજૂ

કમરગની ઉસ્માનીએ કિશન ભરવાડ હત્યાના કેસમાં ભડકાઉ ભાષણ આપવાની ભૂમિકા ભજવી હતી.

જાન્યુઆરી મહિનામાં ધંધૂકામાં ગોળી મારીને (Dhandhuka firing case) કિશન ભરવાડ નામના યુવકની હત્યા (Kishan bharwad murder case) કરવામાં આવી હતી. આ ઘટનામાં ગુજરાત એટીએસનો (Gujarat ATS) તપાસમાં ધમધમાટ ચાલું છે.

જાન્યુઆરી મહિનાની 25 તારીખે ધંધૂકામાં ગોળી મારીને (Dhandhuka firing case) કિશન ભરવાડ નામના યુવકની હત્યા (Kishan bharwad murder case) કરવામાં આવી હતી. આ ઘટનામાં ગુજરાત એટીએસનો (Gujarat ATS) તપાસમાં ધમધમાટ ચાલું છે. અને રોજે રોજ નવા ખુલાસા આ કેસમાં થઈ રહ્યા છે. કટ્ટરપંથી વિચાર ધારા ધરાવતો દિલ્હીના મૌલવીની (Delhi maulavi) પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત એટીએસએ (Gujarat ATS) માસ્ટર માઈન્ડ મૌલવી કમરગની ઉસ્માનીને કોર્ટમાં રજૂ કર્યો હતો. મૌલવી કમરગની ઉસ્માનીના રિમાન્ડ પુરા થતા ATS કોર્ટમાં હાજર કરાયો તો. કમરગની ઉસ્માનીએ કિશન ભરવાડ હત્યાના કેસમાં ભડકાઉ ભાષણ આપવાની ભૂમિકા ભજવી હતી. જણાવી દઇએ કે 9 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કમરગની ઉસ્માનીને કોર્ટમાં હાજર કરાયો હતો.

જણાવી દઇએ કે, અગાઉ એટીએસની તપાસમાં કમરગની ઉસ્માનીના (Kamargani Usmani) બેન્ક ખાતામાંથી 11 લાખના ટ્રાન્જેક્શન મળ્યા હતા. પૈસા ક્યાંથી આવ્યા અને કોને મોકલ્યા એની તપાસ કરવા માટે ઈડી તપાસમાં જોડાશે.

આ પણ વાંચો- Hijab Row: કર્ણાટકમાં મુસ્લિમ છોકરીઓએ હાઈકોર્ટના આદેશનું પાલન ન કર્યું, કોલેજ બંધ કરી દેવાઇ

કમરગની ઉસ્માનીને કિશન ભરવાડ હત્યા કેસમાં મહત્ત્વનો ભેજા બાજ માનવામાં આવી રહ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મૌલાનાએ 2021માં બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું, તેમાં 11 લાખથી વધુ રૂપિયા હતા અને તેમાંથી તેણે અલગ અલગ લોકોને પૈસા ટ્રાન્સફર કર્યા હતા

મળતી માહિતી પ્રમાણે અલગ અલગ ધાર્મિક બાબતના નામે લોકો સુધી પહોંચવા કમર ગનીએ લીગલ વાતોના નામે SOP બનાવી હતી. કમર ગનીની ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ કમર ગનીની પૂછપરછ કરવા માટે ATS આવી છે. જેમાં સેન્ટ્રલ આઇબી દરરોજ કમરની પૂછપરછ કરે છે. હવે તેની સાથે NIA પણ જોડાઈ ચૂકી છે.

આ પણ વાંચો- ગાંધીના ગુજરાતમાં ગોડસેને હીરો ચીતરવાનો પ્રયાસ? જાણો શું કહી રહ્યા છે ગાંધીવાદીઓ

શું છે આખી ઘટના?

ધંધૂકા શહેરના સુંદરકૂવા વિસ્તારમાં મોઢવાના નાકે 25 જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા (ભરવાડ) પર બાઈક પર આવેલા બે શખસ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. આ ઈજાગ્રસ્ત કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવાતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્ની જેવો માહોલ સર્જાયો હતો. કેસની ગંભીરતાને લઈને વિવિધ એજન્સીઓ કામે લાગી હતી. અને એક પછી એક આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં કટ્ટરપંથી વિચારધારા મોટું કાર સામે આવ્યું હતું.
First published:

Tags: Dhandhuka firing case, Gujarat ATS, Kishan Bharwad Case

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો