Home /News /gujarat /

'ઢબુડી મા'નાં કાળા કરતૂતોનું કૌભાંડ રૂ. 300 કરોડથી વધારે : વિજ્ઞાન જાથા

'ઢબુડી મા'નાં કાળા કરતૂતોનું કૌભાંડ રૂ. 300 કરોડથી વધારે : વિજ્ઞાન જાથા

કહેવાતા 'ઢબુડી મા' અંગે એક પછી એક ઘટસ્ફોટ થઇ રહ્યાં છે

વિજ્ઞાન જાથા આઠ મહિનાથી ધનજી ઓળની દરેક જિલ્લામાં ફેલાયેલી માયાજાળનો સર્વે કરી રહ્યું છે.

    સંજય ટાંક, અમદાવાદ : ઢોંગી ધનજી ઓડ ઉર્ફે 'ઢબૂડી મા'નાં કાળા કરતૂતોનું કૌભાંડ ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. ત્યારે વિજ્ઞાન જાથાનાં ચેરમેન જયંત પંડ્યાએ ઘટસ્ફોટ કર્યો છે કે ધનજી ઓડનું કૌભાંડ 300થી 400 કરોડ રૂપિયાનું છે. એટલું જ નહીં પોતાના વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી ધનજી મહિને 50 હજારથી વધુ કમાતો હોવાનો આક્ષેપ પણ વિજ્ઞાન જાથાએ લગાવ્યો છે.

    કાયદાની ચુંગલમાંથી બહાર આવવા હવતિયા

    ન્યૂઝ18ગુજરાતીએ ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ત્યારે હવે ધનજી કાયદાની ચુંગલમાંથી બચવા હવાતિયાં મારી રહ્યો છે. ત્યારે ધનજીનાં આ કૌભાંડને વિજ્ઞાન જાથા પણ ઉજાગર કરી રહ્યું છે. વિજ્ઞાન જાથા એ ઘટસ્ફોટ કર્યો છે કે ધનજી ઓડનાં અંધશ્રદ્ધા ફેલાવવાના કૌભાંડનો આંક 300થી 400 કરોડનો છે. વિજ્ઞાન જાથા આઠ મહિનાથી ધનજી ઓળની દરેક જિલ્લામાં ફેલાયેલી માયાજાળનો સર્વે કરી રહ્યું છે.

    આ પણ વાંચો : સાપની જેમ ફૂંફાડા મારી 'ઢબુડી મા'એ કહ્યું- 'હું ફરાર નથી થયો, યોગ્ય સમયની રાહ જોજો'

    વીડિયો અપલોડ કરીને કરે છે 50 હજારની કમાણી

    સર્વેમાં એવી પણ વિગત ધ્યાને આવી છે કે પોતાના વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી ધનજી મહિને 50 હજારથી વધુ કમાણી કરે છે. એટલું જ નહીં તેના સાગરીતો પણ તેના નામે કમાણી કરી રહ્યા છે. ત્યારે તેના પર કોઇ કાયદાકીય કાર્યવાહી ન થાય તે માટે ભારે ધમપછાડા કરી રહ્યો છે. આવતી કાલે એટલે છઠ્ઠી સપ્ટેમ્બરે ધનજી ઓડની આગોતરા જામીન અરજીનો ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ત્યારે આજે પણ તેણે એક વિડીયો અપલોડ કરીને તેના કહેવાતા ભક્તોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો છે. ધનજીએ જે વીડિયો વાયરલ કરીને જે બે લોકોના નામની વાત કરી છે તે તેની ભાગબટાઈમાં વાંધો પડ્યો હશે તે લોકો જ છે. જેથી ન્યુઝ 18 ગુજરાતીનાં માધ્યમથી જયંત પંડ્યાએ અપીલ કરી છે કે ધનજીનાં કાળા કરતૂતોના પર્દાફાશ કરવા લોકો પણ આગળ આવે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dhabudi ma, Dhabudi Maa, Dhanji Aud, ગાંધીનગર`, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन