બ્રાઝીલના રિયોમાં તાજેતરમાં જ સંપન્ન થયેલા ઓલિમ્પિકની નિરાશા બાદ હવે પેરાલિમ્પિક્સમાં છેવટે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ભારતના ખેલાડી દેવેન્દ્ર ઝાઝડિયાએ ભાલા ફેંકમાં દેશનું ગૌરવ વધાર્યું છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે.
બ્રાઝીલના રિયોમાં તાજેતરમાં જ સંપન્ન થયેલા ઓલિમ્પિકની નિરાશા બાદ હવે પેરાલિમ્પિક્સમાં છેવટે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ભારતના ખેલાડી દેવેન્દ્ર ઝાઝડિયાએ ભાલા ફેંકમાં દેશનું ગૌરવ વધાર્યું છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે.
નવી દિલ્હી #બ્રાઝીલના રિયોમાં તાજેતરમાં જ સંપન્ન થયેલા ઓલિમ્પિકની નિરાશા બાદ હવે પેરાલિમ્પિક્સમાં છેવટે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ભારતના ખેલાડી દેવેન્દ્ર ઝાઝડિયાએ ભાલા ફેંકમાં દેશનું ગૌરવ વધાર્યું છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે.
12 વર્ષ પહેલા 2004માં એથેન્સ પેરાલિમ્પિકમાં પણ દેવેન્દ્રએ ગોલ્ડ જીત્યો હતો. આ મેડલ સાથે રિયો પેરાલિમ્પિકમાં ભારતના કુલ મેડલની સંખ્યા 4 થવા પામી છે. જેમાં 2 ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ છે.
પોતાનો જ વિશ્વ રેકોર્ડ તોડ્યો
પુરૂષોના જ્વેલિન થ્રો F46 ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર 35 વર્ષિય દેવેન્દ્ર રાજસ્થાનના ચુરૂનો રહેવાસી છે. દેવેન્દ્રએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. દેવેન્દ્રએ 63.7 મીટર દુર જ્વેલિન ફેંકી નવો વિક્રમ બનાવ્યો છે. એથેન્સ પેરાલિમ્પિકમાં તેમણે 62.15 મીટર દુર ભાલો ફેંક્યો હતો. જે પણ એક વિશ્વ રેકોર્ડ હતો.
કરંટ લાગતાં ડાબો હાથ કાપવો પડ્યો
દેવેન્દ્ર ઝાઝડિયાના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી છે પરંતુ તે હિંમત નથી હાર્યો. અંગ્રેજી અખબાર ધ હિન્દુ સાથેના એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, હું આઠ કે નવ વર્ષનો હતો ત્યારે મને કરંટ લાગ્યો હતો. ગામમાં હું એક ઝાડ પર ચઢી રહ્યો હતો ત્યારે મારો હાથ વીજળીના તાર સાથે અડી ગયો હતો. તે 11000 વોલ્ટનો તાર હતો. જેનાથી ડાબો હાથ કાપવો પડ્યો હતો.
દેવેન્દ્રને મળ્યું છે પદ્મશ્રી સન્માન
અગાઉ રેલવેમાં નોકરી કરતા દેવેન્દ્ર ઝાઝડિયા હાલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં કામ કરે છે. દેવેન્દ્ર ઝાઝડિયાને એમની સિધ્ધિ બદલ વર્ષ 2012માં પદ્મશ્રી સન્માન અપાયું હતું. દ્વોણાચાર્ય એવોર્ડી આર ડી સિંહ એમને કોચિંગ આપી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર