Home /News /gujarat /

મેક ઇન ઇન્ડિયા: વર્લ્ડ બેંકના રિપોર્ટમાં ભારત 130મા સ્થાને, કેન્દ્ર સરકાર લાલઘૂમ

મેક ઇન ઇન્ડિયા: વર્લ્ડ બેંકના રિપોર્ટમાં ભારત 130મા સ્થાને, કેન્દ્ર સરકાર લાલઘૂમ

ભારતમાં બિઝનેશ સરળ કરવા માટે સરકારના પ્રયાસોનું પરિણામ આવી ગયું છે. પરંતુ એનાથી સરકાર ખુશ નથી. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનની યાદીમાં ભારત માત્ર એક પગથીયું જ ઉપર આવ્યું છે. જેનાથી કેન્દ્ર સરકાર ગુસ્સામાં છે અને વર્લ્ડ બેંક પર નિશાન સાધ્યું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #ભારતમાં બિઝનેશ સરળ કરવા માટે સરકારના પ્રયાસોનું પરિણામ આવી ગયું છે. પરંતુ એનાથી સરકાર ખુશ નથી. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનની યાદીમાં ભારત માત્ર એક પગથીયું જ ઉપર આવ્યું છે. જેનાથી કેન્દ્ર સરકાર ગુસ્સામાં છે અને વર્લ્ડ બેંક પર નિશાન સાધ્યું છે.

મંગળવારે વર્લ્ડ બેંકની સંસ્થા તરફથી સાંજે રિપોર્ટ રજુ કરાયો જેમાં 190 દેશોની રેન્કિંગમાં ભારતને 130મું સ્થાન મળ્યું છે. રિપોર્ટ અનુસાર બિઝનેશ સરળ કરવાના રેન્કિંગમાં પણ ભારતના સ્કોરમાં નગણ્ય સુધાર દર્શાવાયો છે અને તે 55.27 થયો છે.

ભારતની સરખામણીએ રશિયા, ભૂટાન, દક્ષિણ આફ્રિકા, ચીન, શ્રીલંકા અને બ્રાઝિલ આગળ છે. બિઝનેશ સરળ કરવાના મામલે સિંગાપુરને પછાડીને ન્યૂઝીલેન્ડ આગળ આવ્યું છે.

રિપોર્ટ પ્રસિધ્ધ થયા બાદ કેન્દ્ર સરકારે વર્લ્‍ડ બેંક સામે નિશાન સાધ્યું છે. સરકારનું કહેવું છે કે, ગત વર્ષમાં વેપાર સરળ બનાવવા માટે અંદાજે એક ડઝન જેટલા સરળ પગલાં લેવાયા છે. પરંતુ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશને એને પોતાના રિપોર્ટમાં સ્થાન આપ્યું નથી.

ભારતમાં વીજળી જોડાણની સુવિધા, સરહદ પર કારોબારના નિયમ સરળ કરવા અને કર્મચારીઓના વીમા સહિતની પોલિસી બદલવામાં આવી છે આમ છતાં રેન્કિંગમાં મામુલી જ સુધાર દર્શાવાયો છે.
First published:

Tags: ભારત, મેક ઇન ઇન્ડિયા, વર્લ્ડ બેંક, વેપાર

આગામી સમાચાર