Home /News /gujarat /નોટબંધી મુદ્દે વિપક્ષનો કાળો દિવસ, રાહુલે કહ્યું-પેટીએમ એટલે પે ટૂ મોદી

નોટબંધી મુદ્દે વિપક્ષનો કાળો દિવસ, રાહુલે કહ્યું-પેટીએમ એટલે પે ટૂ મોદી

નોટબંધીના એક મહિના બાદ પણ આમ આદમીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતાં વિપક્ષોએ ફરી એકવાર મોદી સરકાર સામે નિશાન તાક્યું છે. આજના દિવસને વિપક્ષોએ બ્લેક ડે મનાવ્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કેટલાક નેતાઓ નવી દિલ્હીમાં ગાંધી પ્રતિમા બહાર એકઠા થયા અને કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.

નોટબંધીના એક મહિના બાદ પણ આમ આદમીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતાં વિપક્ષોએ ફરી એકવાર મોદી સરકાર સામે નિશાન તાક્યું છે. આજના દિવસને વિપક્ષોએ બ્લેક ડે મનાવ્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કેટલાક નેતાઓ નવી દિલ્હીમાં ગાંધી પ્રતિમા બહાર એકઠા થયા અને કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #નોટબંધીના એક મહિના બાદ પણ આમ આદમીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતાં વિપક્ષોએ ફરી એકવાર મોદી સરકાર સામે નિશાન તાક્યું છે. આજના દિવસને વિપક્ષોએ બ્લેક ડે મનાવ્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કેટલાક નેતાઓ નવી દિલ્હીમાં ગાંધી પ્રતિમા બહાર એકઠા થયા અને કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકારનો આ નિર્ણય સાહસિહ કદમ નથી. પરંતુ મૂર્ખતાભર્યો છે. હવે પીટીએમનો અર્થ પે ટૂ મોદી થઇ ગયો છે. રાહુલે કહ્યું કે, અમે ચર્ચા ઇચ્છીએ છીએ, મતદાન કરવા ઇચ્છીએ છીએ. પરંતુ ખબર નહીં કેમ સરકાર આ બાબતથી દુર ભાગી રહી છે. વડાપ્રધાન મોદીએ નોટબંધી મામલે ચર્ચા માટે સંસદ આવવું જોઇએ. અમે એમને આ મુદ્દે ભાગવા નહીં દઇએ.

આ અગાઉ બુધવારે લોકસભામાં નોટબંધીના વિરોધનો સિલસિલો ચાલુ રહ્યો હતો. વિપક્ષોએ આ મુદ્દે મતદાન સાથે ચર્ચા કરવા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે. રાજ્યસભામાં હંગામો અને ગતિરોધને કારણે કોઇ કાર્યવાહી થઇ ન હતી.

વિપક્ષો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા અને હંગામો કર્યો. આ મુદ્દે બંને પક્ષોના સદસ્યો એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા રહ્યા હતા આ વચ્ચે કાર્યવાહી સ્થગિત કરાઇ હતી.
First published:

Tags: કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, નોટબંધી, રાજ્યસભા, રાહુલ ગાંધી, લોકસભા, વિપક્ષ, હંગામો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन