Home /News /gujarat /

રોજ છપાય છે 500 રૂપિયાની 80 લાખ નોટ, તો પછી કેમ છે તંગી?

રોજ છપાય છે 500 રૂપિયાની 80 લાખ નોટ, તો પછી કેમ છે તંગી?

નોટબંધીના ત્રણ સપ્તાહ બાદ પણ હજુ સ્થિતિ ખાસ સુધરી નથી. બેંકો અને એટીએમ બહાર કતારો થોડી હળવી થઇ છે. આમ છતાં રૂપિયા 500ની નવી નોટ માટે જાણ અછત વર્તાઇ રહી છે. બેંકોમાં હાલમાં 2000 રૂપિયાની નવી નોટો આવી છે. આવામાં બેંકો પોતાના ગ્રાહકોને રૂ,500 આપવાને બદલે રૂ.2000ની નોટ આપી રહ્યા છે. જેને પગલે લોકોને છુટાને લઇને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

નોટબંધીના ત્રણ સપ્તાહ બાદ પણ હજુ સ્થિતિ ખાસ સુધરી નથી. બેંકો અને એટીએમ બહાર કતારો થોડી હળવી થઇ છે. આમ છતાં રૂપિયા 500ની નવી નોટ માટે જાણ અછત વર્તાઇ રહી છે. બેંકોમાં હાલમાં 2000 રૂપિયાની નવી નોટો આવી છે. આવામાં બેંકો પોતાના ગ્રાહકોને રૂ,500 આપવાને બદલે રૂ.2000ની નોટ આપી રહ્યા છે. જેને પગલે લોકોને છુટાને લઇને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #નોટબંધીના ત્રણ સપ્તાહ બાદ પણ હજુ સ્થિતિ ખાસ સુધરી નથી. બેંકો અને એટીએમ બહાર કતારો થોડી હળવી થઇ છે. આમ છતાં રૂપિયા 500ની નવી નોટ માટે જાણ અછત વર્તાઇ રહી છે. બેંકોમાં હાલમાં 2000 રૂપિયાની નવી નોટો આવી છે. આવામાં બેંકો પોતાના ગ્રાહકોને રૂ,500 આપવાને બદલે રૂ.2000ની નોટ આપી રહ્યા છે. જેને પગલે લોકોને છુટાને લઇને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આ સંજોગોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઇએ આશ્વાસન આપ્યું છે કે, 500 રૂપિયાની નોટોની કોઇ અછત નથી. હવે નોટોની પ્રિન્ટીંગ બમણી કરી દેવાઇ છે.

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર એક ખાનગી બેંકના અધિકારીએ જણાવ્યું કે, એટીએમમાં પણ 2000 રૂપિયાની સરખામણીએ રૂપિયા 500ની નોટો ઓછી છે. જો કોઇ ગ્રાહક 100 અને 500ના ગુણાંકમાં રૂપિયા લેવા ઇચ્છે તો નથી નીકળતા માત્ર 2000 રૂપિયાની જ નોટ નીકળે છે.

આ સંજોગોમાં આરબીઆઇ દ્વારા રૂપિયા 500ની નવી નોટ હોવાનો દાવો કરવામાં આવે છે તો બીજી તરફ બેંકો અને એટીએમમાં 500ની નોટ નથી મળતી. રોજની 500ની 80 લાખ નોટ છાપવામાં આવે છે છતાં કેમ અછત વર્તાઇ રહી છે એ સવાલ છે.

અહીં નોંધનિય છે કે, ગત સપ્તાહે રૂપિયા 500ની કેટલીક નવી નોટ અસલી હોવા છતાં એમાં કેટલીક ક્ષતિઓ જોવામાં આવી હતી. જેને પગલે આરબીઆઇએ કહેવું પડ્યું હતું કે, આ નોટો અસલી હોવા છતાં એમાં પ્રિન્ટીંગ ડિફેક્ટ છે. આ નોટો ઉપયોગમાં લઇ શકાશે.

નોટબંધીના નિર્ણય પહેલા બજારમાં 1660 લાખ કરોડની સંખ્યામાં 500 રૂપિયાની નોટો હતી. હવે માત્ર બજારમાં 500 રૂપિયાની 8.3 લાખ કરોડ નોટ જ છે. જેને પગલે લોકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે.

સુત્રોનું કહેવું છે સરકારી પ્રેસ નાસિક અને દેવાસમાં 500 રૂપિયાની નોટોનું પ્રિન્ટીંગ થાય છે. આરબીઆઇના કરન્સી પ્રેસ સલ્બોની (પશ્વિમ બંગાળ) અને મૈસૂરમાં 2000 અને 100 રૂપિયાની નોટોનું પ્રિન્ટીંગ થાય છે.

હવે નાસિકના કરન્સી પ્રેસમાં 500 રૂપિયાની નવી નોટોનું પ્રિન્ટીંગ બમણું કરી દેવાયું છે. હવે રોજની અંદાજે 80 લાખ નવી નોટો છાપવામાં આવી રહી છે. આ નોટોનું મૂલ્ય 400 કરોડ રૂપિયા છે.
First published:

Tags: 500 1000 રૂપિયા, નોટબંધી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन