Home /News /gujarat /બ્લેક મની: સરકારી ઇમેલ પર મળી 10 હજારથી વધુ ફરીયાદ
બ્લેક મની: સરકારી ઇમેલ પર મળી 10 હજારથી વધુ ફરીયાદ
નોટબંધી બાદ બ્લેક મની સામેની લડાઇમાં સરકારને એક ઇમેઇલ આઇડી મહત્વનું સાબિત થઇ રહ્યું છે. સરકારે બ્લેક મનીની ફરિયાદ માટે (blackmoneyinfo@incometax.gov.in) ઇમેલ બનાવ્યું છે. માત્ર 48 કલાકમાં આ ઇમેલ આઇડી પર 10 હજારથી વધુ ઇમેલ આવ્યા છે. નોટબંધી બાદ સરકાર સતત બ્લેક મની સામે ગાળીયા કસી રહી છે.

નવી દિલ્હી #નોટબંધી બાદ બ્લેક મની સામેની લડાઇમાં સરકારને એક ઇમેઇલ આઇડી મહત્વનું સાબિત થઇ રહ્યું છે. સરકારે બ્લેક મનીની ફરિયાદ માટે (blackmoneyinfo@incometax.gov.in) ઇમેલ બનાવ્યું છે. માત્ર 48 કલાકમાં આ ઇમેલ આઇડી પર 10 હજારથી વધુ ઇમેલ આવ્યા છે. નોટબંધી બાદ સરકાર સતત બ્લેક મની સામે ગાળીયા કસી રહી છે.
નોટબંધી બાદથી અત્યાર સુધી 428 કરોડનું બ્લેક મની ઝડપાયું છે. એટલું જ નહીં ઇન્કમ ટેક્ષને 3 હજાર કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી છે. કેન્દ્ર સરકારે અત્યાર સુધી બ્લેક મની રાખનારાઓને બ્લેક મની વ્હાઇટ કરવા માટે એક તક આપી હતી. આ સ્કિમ અંતર્ગત શનિવારે એક ઇમેલ આઇડી (blackmoneyinfo@incometax.gov.in) જાહેર કર્યું હતું. જે મારફતે સરકારને બ્લેક મનીની જાણકારી આપી શકાય છે.
સુત્રોનું માનીએ તો દેશના વિવિધ વિસ્તારોમાં સતત દરોડાની કામગીરી ચાલી રહી છે જેમાં આ ઇમેલ આઇડીનો મોટો રોલ છે અને જેના મારફતે જ સરકારને બ્લેક મની અંગે ઘણી વિગતો મળી રહી છે.
ઇમેલ મારફતે બ્લેક મનીની વિગતો આપનારના નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવી રહી છે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ઇકોનોમી ટાઇમ્સને જણાવ્યું કે, આ ઇમેલ આઇડી પર સારી પ્રતિક્રિયા મળી રહી છે.