નવી દિલ્હી #મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના બૈરાગઢમાં ભાજપી નેતા સુશીલ વાસવાનીના સ્થળોએ આવક વેરા વિભાગે દરોડા પાડતાં ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ થયો છે. બ્લેક મનીને વ્હાઇટ કરવાનો કાળો કારોબાર સામે આવ્યો છે.
સુશીસ વાસવાની મહાનગર સહકારિતા બેંકનો ચેરમેન છે. આશંકા સેવાઇ રહી છે કે નોટબંધી બાદ બેંક મારફતે મોટા પ્રમાણમાં બ્લેક મનીને વ્હાઇટ કરવામાં તે સંડોવાયેલ છે.
દરોડાની આ કાર્યવાહી મહાનગર બેંક ઉપરાંત ચેરમેન સુશીલ વાસવાનીના બંગલે અને હોટલ પર પણ કરવામાં આવી છે. બ્લેક મનીને સફેદ કરવાના કાળા કારોબારની આશંકાને પગલે બેંકો પર ગાળીયો કસાયો છે ત્યારે મોટો પર્દાફાશ થયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર 8 નવેમ્બર બાદ બેંક મારફતે મોટા પ્રમાણમાં બ્લેક મનીને સફેદ કરવાની રાવ મળતાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.