Home /News /gujarat /

ગુજરાતના વિદ્યાર્થીઓને દિલ્હીમાં UPSCની તૈયારી માટે જરૂરી સુવિધા આપવા રજુઆત

ગુજરાતના વિદ્યાર્થીઓને દિલ્હીમાં UPSCની તૈયારી માટે જરૂરી સુવિધા આપવા રજુઆત

પ્રતિકાત્મક તસવીર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આશ્વાસન આપ્યુ છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સરકાર કટીબદ્ધ છે, તેમજ વિદ્યાર્થીઓને UPSCની પરીક્ષાની તૈયારી કરવા માટે ઉત્તમ કોચિંગ મળી શકે તે માટે સરકાર પ્રયાસ કરશે.

    વિભુ પટેલ, અમદાવાદ : કેન્દ્રીય સ્તરની વિવિધ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સારા માહોલ અને માર્ગદર્શનની જરૂર હોય છે. ઉત્તમ કક્ષાના કોચિંગ ક્લાસની નજીક રહેવા અને જમવાની વ્યવસ્થા મળી રહે અને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી વાતાવરણ અપવામા આવે તો ગુજરાતના વિદ્યાર્થી પણ સારુ પરીણામ લાગી શકે તેમ છે.

    ઘણા વર્ષોથી અન્ય રાજ્ય જેવા કે છતીસગઢ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દિલ્હી ખાતે UPSCના વિદ્યાર્થીઓને રહેવા અને જમવા તેમજ કોચિંગની સગવડતા પૂરી પાડવામાં આવી રહી છે. આ રાજ્યોમાં UPSCની પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉતીર્ણ થાય છે. ત્યારે ગુજરાતમાં વિદ્યાર્થીઓને પણ દિલ્હીના ઉત્તમ કોચિંગ ક્લાસમાં જવા માટે સરકાર મદદ કરે તે માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક આર. પી. પટેલે મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીને રજુઆત કરી છે. રજુઆત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આશ્વાસન આપ્યુ છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સરકાર કટીબદ્ધ છે, તેમજ વિદ્યાર્થીઓને UPSCની પરીક્ષાની તૈયારી કરવા માટે ઉત્તમ કોચિંગ મળી શકે તે માટે સરકાર પ્રયાસ કરશે.



    મહત્વપૂર્ણ છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક આર.પી.પટેલે દિલ્હી ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી નગર, રાજેન્દ્રનગર ખાતે કોચિંગ ક્લાસ અને ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીની નોંધ લીધી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરી હતી.

    અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો તેઓ જાહેરાત આપીને સમગ્ર રાજ્યમાં પ્રવેશ પરીક્ષા લે છે. બાદમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને ઉત્તમ કોચિંગ માટે દિલ્હી મોકલે છે. દિલ્હી ખાતે કોચિંગ તેમજ રહેવા અને જમવાની સુવિધા જે તે રાજ્ય સરકાર આપે છે. જેમાં નક્કી થયેલી રકમ જે તે વિદ્યાર્થીના ખાતામાં આપવામાં આવે છે અને કોચિંગ ફીની રકમ સીધી કોચિંગ ક્લાસને આપવામાં આવે છે.

    એટલું જ નહીં કોચિંગ ક્લાસિસનો રિપોર્ટ સરકારને આપવામાં આવે છે. જેના કારણે સરકાર વિદ્યાર્થીના સ્ટડી પરફોર્મન્સનું મુલ્યાકન પણ કરી શકે છે. આ વ્યવસ્થાના કારણે બીજા રાજ્યોના UPSCની પરીક્ષાના પરિણામ સારા આવે છે. આ પ્રમાણે ગુજરાત પણ આવી વ્યવસ્થા કરીને વિદ્યાર્થીઓને મદદ કરે તો સિવિલ સર્વિસિસ પરીક્ષામાં પરિણામો સારા આવી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: UPSC, Vijay Rupani, ગુજરાત, છાત્ર

    આગામી સમાચાર