ડ્રગ એન્ડ કેમિસ્ટ દુકાનના સંચાલકોની માંગણી, કેમિસ્ટ કર્મચારીઓને 25 લાખનું વીમા કવચ મળવું જોઈએ

News18 Gujarati
Updated: April 22, 2020, 5:20 PM IST
ડ્રગ એન્ડ  કેમિસ્ટ દુકાનના સંચાલકોની માંગણી, કેમિસ્ટ કર્મચારીઓને 25  લાખનું વીમા કવચ મળવું જોઈએ
પ્રતિકાત્મક તસવીર

ફેડરેશન ઓફ ડ્રગ એન્ડ કેમિસ્ટ એસોસિએશને મુખ્યમંત્રીને પત્ર લખ્યો

  • Share this:
વડોદરા : કોરોના વાયરસના સંકટના સમયમાં આગળની હરોળમાં રાત-દિવસ કોરોના યોદ્ધા તરીકે સતત કાર્યરત રહેતા ડ્રગ અને કેમિસ્ટ દુકાનોના સંચાલકો પણ પોતાની સેવા આપતા આવ્યા છે. તેવા સમયે ફેડરેશન ઓફ ગુજરાત ડ્રગ એન્ડ કેમિસ્ટ એસોસિયેશન દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલને પત્ર લખી તમામ ડ્રગ એન્ડ કેમિસ્ટની દુકાનોના સંચાલકો અને કર્મચારીઓને 25 લાખનું વીમા કવચ સહીત વિવિધ તકેદારી રાખવાની માંગ કરી છે.

વડોદરામાં અક્ષર ચોક પાસે ડ્રગ એન્ડ કેમિસ્ટની દુકાન ધરાવતા પિન્ટુ પઢિયારે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમારી રાત દિવસ કેમિસ્ટની દુકાનો કાર્યરત રહે છે. કેમિસ્ટ સંચાલકો અને કર્મચારીઓને કોરોના સંક્રમણની શક્યતાને લઇ તેઓને પણ 25 લાખ રૂપિયાનું વીમા કવચ સરકારે આપવું જોઈએ. સાથે દુકાનના પરિસરમાં સ્થાનિક મનપા દ્વારા સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રાજ્યમાં આરોગ્ય, ફેર પ્રાઈઝ શોપ સાથે કામ કરતા તમામને વીમા કવચ સહિત વિવિધ સુવિધા મળતી હોય તો કેમિસ્ટોને બાકાત કેમ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો - ગોંડલ માર્કેટયાર્ડમાં ઘઉંની હરાજી શરૂ, મણનો 325થી 425નો ભાવ બોલાયો

ફેડરેશન ઓફ ગુજરાત ડ્રગ એન્ડ કેમિસ્ટના પ્રમુખ અલ્પેશ ભાઈ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને માંગ કરવામાં આવી છે કે ડ્રગ એન્ડ કેમિસ્ટ દુકાનના સંચાલકોની માંગણી ફેડરેશન ઓફ ડ્રગ એન્ડ કેમિસ્ટ એસોસિયેશને મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી છે કે કેમિસ્ટ સંચાલકો સહીત કર્મચારીઓને 25 લાખનું વીમા કવચ, દરેક કેમિસ્ટ કર્મચારીઓની તબીબી ચકાસણી કરવામાં આવે, કેમિસ્ટ દુકાનોનું સેનિટાઇઝેશન કરવામાં આવે, સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કેમિસ્ટ સંચાલકોને જવાબદાર ગણવામાં ન આવે. કોવિડ 19ના કર્મચારીઓને પાસ આપવામાં આવે જેથી સ્થાનિક કક્ષાએ તેઓને ફરજમાં આવવા જવા માટે કોઈ મુશ્કેલી પડે નહીં.
First published: April 22, 2020, 5:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading