મંદિરોએ શોધી કાઢ્યો નોટબંધીનો તોડ, હવે પેટીએમ અને ડેબિટ ક્રેડિટ કાર્ડથી દાન
મંદિરોએ શોધી કાઢ્યો નોટબંધીનો તોડ, હવે પેટીએમ અને ડેબિટ ક્રેડિટ કાર્ડથી દાન
રાજધાની દિલ્હીના મંદિરોએ નોટબંધીની અસરનો તોડ શોધી કાઢ્યો છે. હવે અહીં પેટીએમ અને બીજા અન્ય રસ્તેથી દાન લેવાનું શરૂ થઇ ગયું છે. ઘણાખરા સ્થળોએ આ શરૂ થઇ ગયું છે. મંદિરો હવે પેટીએમ અને ડેબિટ ક્રેડિટ કાર્ડથી દાન લઇ રહ્યા છે.
રાજધાની દિલ્હીના મંદિરોએ નોટબંધીની અસરનો તોડ શોધી કાઢ્યો છે. હવે અહીં પેટીએમ અને બીજા અન્ય રસ્તેથી દાન લેવાનું શરૂ થઇ ગયું છે. ઘણાખરા સ્થળોએ આ શરૂ થઇ ગયું છે. મંદિરો હવે પેટીએમ અને ડેબિટ ક્રેડિટ કાર્ડથી દાન લઇ રહ્યા છે.
નવી દિલ્હી #રાજધાની દિલ્હીના મંદિરોએ નોટબંધીની અસરનો તોડ શોધી કાઢ્યો છે. હવે અહીં પેટીએમ અને બીજા અન્ય રસ્તેથી દાન લેવાનું શરૂ થઇ ગયું છે. ઘણાખરા સ્થળોએ આ શરૂ થઇ ગયું છે. મંદિરો હવે પેટીએમ અને ડેબિટ ક્રેડિટ કાર્ડથી દાન લઇ રહ્યા છે.
દિલ્હીના પ્રસિધ્ધ શક્તિપીઠ કાલકાજી મંદિરમાં જતાં તમારે તમારૂ પાકિટ કે ખિસ્સુ જોવાની જરૂર નથી કે એમાં 500 કે 1000 રૂપિયાની નોટ છે કે નહીં. લોકોની પરેશાની દુર કરવા માટે મંદિરમાં પેટીએમ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેના આધારે શ્રધ્ધાળુઓ સીધુ મંદિરના એકાઉન્ટમાં દાન આપી શકે છે. મંદિરમાં પેટીએમથી દાન આપવાના બોર્ડ લાગ્યા છે. મંદિર દ્વારા દાન માટે અન્ય સુવિધાઓ પણ શરૂ કરવા જઇ રહ્યા છે.
મંદિરના મુખ્ય મહંત સુરેન્દ્રનાથ અવધૂતજીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી જણાતું હતું કે મંદિરમાં આવતા ભક્તોને દાન આપવા માટે ઘણી મુશ્કેલી પડતી હતી. તેઓ દાન આપવા ઇચ્છતા હતા પરંતુ નોટબંધીને કારણે દાન આપી શકતા ન હતા.
આ પરેશાનીને ધ્યાનમાં જોતાં પેટીએમથી દાન લેવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. ભક્તો આ દ્વારા દાન આપી શકે છે. ઉપરાંત જલ્દીથી ડેબિટ ક્રેડિટ કાર્ડ મારફતે પણ દાન લેવાની સુવિધા શરૂ કરાશે. ભક્તો ઓનલાઇન દ્વારા પણ દાન આપી શકે એ માટે પણ સુવિધા શરૂ કરાશે.
ઝંડેવાલામાં ડેબિટ ક્રેડિટ કાર્ડથી દાન
આવો જ પ્લાન જાણીતા ઝંડેવાલા મંદિરમાં પણ કરાયો છે. મંદિરના ટ્રસ્ટી રવિન્દ્ર ગોયલે જણાવ્યું કે, આવનારા ભક્તો 500 અને 1000 રૂપિયાની નોટબંધ થવાને કારણે ઘણા પરેશાન છે. તેઓ દાન આપવા ઇચ્છે છે પણ નોટ નહી હોવાને લીધે ઘણી પરેશાની હતી. મંદિરમાં જલ્દીથી સ્વૈપ મશીન લગાવવામાં આવશે. જેનાથી શ્રધ્ધાળુઓ પોતાની ઇચ્છા અનુસાર દાન આપી શકશે. ઓનલાઇન દાન આપવાની વ્યવસ્થા કરાઇ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર