નિત્યાનંદ આશ્રમ વિવાદ : DPSએ રેલો આવતા આશ્રમ ખાલી કરવા નોટિસ આપી
નિત્યાનંદ આશ્રમ વિવાદ : DPSએ રેલો આવતા આશ્રમ ખાલી કરવા નોટિસ આપી
નિત્યાનંદ પરમશિવમ અને DPSનાં CEO મંજુલા શ્રોફની ફાઇલ તસવીર
આશ્રમમાંથી કથિત રીતે બેંગલુરુની યુવતી ગુમ થઈ હતી. માાપિતા શોધવા આવતા યુવતીએ સ્વઇચ્છાએ બહાર ગઈ હોવાની વાત કહી હતી. અમદાવાદના હાથીજણમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના મેદાનમાં બંધાયેલા નિત્યાનંદ આશ્રમ
નવીન ઝા, અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) હાથીજણમાં (Hathijan) આવેલી દિલ્હી (Delhi Public school) પબ્લિક સ્કૂલના મેદાનમાં (Campus) બંધાયેલા નિત્યાનંદ આશ્રમમાંથી (Nityanand Ashram) કથિત રીકે બેંગલુરુની યુવતી ગુમ થઈ હતી. માાપિતા શોધવા આવતા યુવતીએ સ્વઇચ્છાએ બહાર ગઈ હોવાની વાત કહી હતી. આ સમગ્ર મામલે પોલીસે જ્યારે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાની ધરપકડ કરી છે. દિલ્હી પબ્લિલક સ્કૂલના CEO મંજુલા પૂજા શ્રોફ નિત્યાનંદના અનુયાયી હોવાનું સામે આવ્યું હતું અને તેમણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અંતર્ગત આશ્રમને જગ્યા આપવા માટે કરાર કર્યો હતો. જોકે, આ મામલે રાજ્ય સરકાર અને કલેક્ટર ઑફિસે આકરૂં વલણ અપનાવતાં શાળાએ આશ્રમ સાથેનો કરાર રદ કર્યો છે જેથી આશ્રમે કેમ્પસ ખાલી કરવું પડશે.
દિલ્હી પબ્લિક સ્કૂલના આચાર્યએ જણાવ્યું, “ અમે આશ્રમ સાથેનો કરાર હતો તે ટર્મિનેટ કરી દીધો છે. વર્તમાનમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તે જોતાં અમે પાંચ વર્ષની લીઝ હતી તે રદ કરી છે. આ લીઝ જૂનથી શરૂ થઈ હતી. આશ્રમે શૈક્ષણિક પ્રવૃતિ માટે જમીન માંગી હતી જોકે, અમે વર્તમાન સ્થિતીને જોતા આ નિર્ણય કર્યો છે. અમે કાયદાનું પાલન કરનારા વ્યક્તિ છે. અમારો એમના આશ્રમમાં જવાનું કોઈ કારણ નથી. વચ્ચે બાઉન્ડ્રી વૉલ હતી.”
આચાર્યએ જણાવ્યું કે અમારી શાળા અહીંયા 10 વર્ષથી ચાલે છે. 7 વર્ષથી હું કામ કરૂં છું. વાલીઓએ આ મુદ્દે ગભરાવવાની જરૂર નથી. તમારાં બાળકોને 10 વર્ષમાં કઈ નથી થયું તો આગામી સમયમાં પણ કઈ નહીં થાય. અમે જમીન લીઝ પર આપી હતી. ફ્રી ઑફ કોસ્ટ જમીન આપી હતી અને હવે જમીન ખાલી કરાવવાનો નિર્ણય લઈએ છે. '
દરમિયાન નિત્યાનંદિતાના પિતા જનાર્દન શર્માએ કહ્યું હતું કે 'મારે દીકરીઓને જીવતી રાખવાની છે શું કરૂં? આશ્રમના સંચાલકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે, મારી દીકરીઓને મારે જીવતી રાખવાની છે. દક્ષિણ ભારતમાં આશ્રમ સાથે એક વ્યક્તિ સંગીતા જે ગાયબ થઈ છે. મારા પરિવારને મને ખૂબ ધમકી મળી રહી છે. મદુરાઈ, બેંગલુરૂથી આવેલા નવા નવા લોકો આવ્યા છે મને મારી નાખશે'