Home /News /gujarat /

દિલ્હી સરકારનું બજેટઃ આપ સરકારનો દાવો, 11 ટકા વધી દિલ્હીવાસીઓની કમાણી

દિલ્હી સરકારનું બજેટઃ આપ સરકારનો દાવો, 11 ટકા વધી દિલ્હીવાસીઓની કમાણી

દિલ્હી સરકારે આજે સોમવારે વર્ષ 2016-17ના માટે પોતાનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું છે. ડે. સીએમ મનીષ સિસોદિયાએ વિધાનસભામાં આ બજેટ રજૂ કર્યું છે.

દિલ્હી સરકારે આજે સોમવારે વર્ષ 2016-17ના માટે પોતાનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું છે. ડે. સીએમ મનીષ સિસોદિયાએ વિધાનસભામાં આ બજેટ રજૂ કર્યું છે.

  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# દિલ્હી સરકારે આજે સોમવારે વર્ષ 2016-17ના માટે પોતાનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું છે. ડે. સીએમ મનીષ સિસોદિયાએ વિધાનસભામાં આ બજેટ રજૂ કર્યું છે. સિસોદિયાએ પોતાના બજેટ ભાષણમાં ઓડ ઇવન જેવી સરકારની સિદ્ધીઓ ગણાવી હતી.

સિસોદિયાએ કહ્યું કે, દિલ્હી સરકારે 90 ટકા લોકોના વીજ બીલ અડધા કરી દીધા છે અને 10 લાખ પરિવારોને મફત પાણી આપવામાં આવી રહ્યું છે. તેઓએ કહ્યું કે, જનલોક બીલ વિધાનસભા માંથી પસાર થઇ ચૂક્યું છે  અને તેને કેન્દ્રની મંજૂરીની પ્રતિક્ષા છે. સિસોદિયાએ કહ્યું કે, ખેડૂતોને રેકોર્ડ વળતર આપવામાં આવ્યું છે.

દિલ્હી સરકારના બજેટ પર પ્રકાશ કરીયે તોઃ

- 2016-17ના માટે કુલ 46,600 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. એમસીડીને આ નાણાકીય વર્ષમાં 1 હજાર કરોડથી વધુ આપવામાં આવશે.
- ડિસ્કામ અને વીજળી કૌભાંડ થયું, જેની ફાઇલ ACBની પાસે પડી છે.
- ઓડ ઇવનની સફળતા પર ફોર્ચૂને કેજરીવાલને દુનિયાના 50 મહાન નેતાઓમાં શામેલ કર્યા છે.
- વર્ષ 2015-16માં GSDPમાં 13 ટકાનો વધારો, પ્રતિ વ્યક્તિ ઇનકમ 280147, 11 ટકા વૃદ્ધિ. 2015માં ફુગાવો 4.9 ટકા.
- મહેસૂલમાં 17 ટકાનો વધારો, એક્સાઇઝમાં 31 ટકાનો વધારો, સ્ટેમ્પ ડ્યૂટીમાં 21 ટકાનો વધારો.
- 46600 કરોડનું વર્ષ 2016-17ના બજેટનું અનુમાન, 20600 કરોડ યોજના, 26000 કરોડ નોન યોજના.
- ગત વર્ષનું બજેટ 41129 કરોડ રૂપિયાનું હતુ. આમ આદમી કેન્ટીનની શરૂઆત કરશે, જેના માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ છે.
- સ્કુલોમાં સીસીટીવી ના માટે 100 કરોડ રૂપિયાની યોજના.
First published:

Tags: દિલ્હી સરકાર, બજેટ, મનીષ સિસોદીયા, વિધાનસભા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन