અરવિંદ કેજરીવાલની પત્નિએ લીધું વીઆરએસ, આ હતી આશંકાઓ?
અરવિંદ કેજરીવાલની પત્નિએ લીધું વીઆરએસ, આ હતી આશંકાઓ?
#દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્નિ સુનીતાએ ઇન્કમટેક્સ વિભાગમાં 22 વર્ષની નોકરી બાદ ભારતીય રાજસ્વ સેવા (આઇઆરએસ)થી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે.
#દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્નિ સુનીતાએ ઇન્કમટેક્સ વિભાગમાં 22 વર્ષની નોકરી બાદ ભારતીય રાજસ્વ સેવા (આઇઆરએસ)થી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે.
નવી દિલ્હી #દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્નિ સુનીતાએ ઇન્કમટેક્સ વિભાગમાં 22 વર્ષની નોકરી બાદ ભારતીય રાજસ્વ સેવા (આઇઆરએસ)થી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસારા સુનીતા હાલમાં દિલ્હીના ઇન્કમટેક્સ વિભાગમાં આઇટી કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા. આ વર્ષના પ્રારંભે તેમણે સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ લીધી છે. આ મામલે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે ઔપચારિક આદેશ હવે જાહેર કર્યો છે. પીટીઆઇને મળેલ આદેશની કોપીમાં કહેવાયું છે કે, એમની સેવા નિવૃત્તિ 15 જુલાઇથી અમલી થશે.
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, તે પોતાની પેન્શન સેવાઓનો લાભ લઇ શકશે કારણ કે તેમણે 20 વર્ષથી વધુ નોકરી કરી છે. દિલ્હીના મુખ્યમંત્રીના અંગત સુત્રોના જણાવ્યા અનુસાર સુનીતાને આશંકા હતી કે કેન્દ્ર અને આપ સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદને પગલે કેન્દ્ર સરકાર એમને નિશાન બનાવી શકે છે એટલે એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.
આઇઆરએસ અધિકારીની 1993ની બેચના 51 વર્ષિય સુનીતાની મુલાકાત આઇઆરએસ અધિકારીના 1995ના બેચના કેજરીવાલ સાથે ભોપાલમાં તાલીમ દરમિયાન થઇ હતી એ બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર