Home /News /gujarat /

અમદાવાદ: ડ્રેનેજ લાઇનની સફાઇ દરમિયાન મળ્યું મૃત બાળક

અમદાવાદ: ડ્રેનેજ લાઇનની સફાઇ દરમિયાન મળ્યું મૃત બાળક

અમદાવાદમાં ડ્રેનેજ લાઇનમાંથી મૃત બાળક મળી આવ્યુ છે.

    અમદાવાદ: ફૂલ જેવા નવજાત શિશુને આ દુનિયામાં આવતા જ પરિવારજનોએ તેને ત્યજી દીધુ હોવાની ઘટના સામે આવી છે. કોઇ વ્યક્તિએ તેનું પાપ છુપાવવા માટે બાળકને ત્યજી દીધું હતું. દરિયાપુર વિસ્તારમાં તાજુ જન્મેલું મૃત બાળક મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

    મળીતી માહિતી અનુસાર દરિયાપૂર સવાટ વાળ વિસ્તારમાં ડ્રેનેજનુ કામ ચાલી રહ્યુ હતુ. આ દરમિયાન ગટરનું સફાઇ કામ ચાલી રહ્યુ હતુ ત્યારે તાજુ જન્મેલુ બાળક મળી આવતા કામદારોએ એએમસી પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને બાળકની તપાસ હાથ ધરી હતી.



    આ બાળકને જન્મ આપી છોડી જનાર અજાણી સ્ત્રી સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવી રહ્યો છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Cleaning, Drainage, અમદાવાદ

    આગામી સમાચાર