વડોદરાના માંજલપુરમાં વીજપોલ સાથે ઓઢણી વડે બાંધેલી યુવતીની લાશ મળી

News18 Gujarati
Updated: September 1, 2019, 1:29 PM IST
વડોદરાના માંજલપુરમાં વીજપોલ સાથે ઓઢણી વડે બાંધેલી યુવતીની લાશ મળી
પોલીસે આ ઘટના બાદ આત્મહત્યા અને મર્ડર એમ બંને થીયરી પર તપાસ હાથ ધરી છે.

વડોદરામાં યુવતિની વીજપોલ સાથે બાંધેલી લાશ મળી, મર્ડરની આશંકા

  • Share this:
ફરીદ ખાન, વડોદરા : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વહેલી સવારે 7 વાગ્યાના સુમારે કોચર કૉલ સેન્ટર પાછળ આવેલા બ્રીજ વાટીકા-1 પાસે એક યુવતિની લાશ મળી આવી છે. વીજપોલ સાથે ઓઢણી વડે બાંધેલી આ લાશ સ્થાનિકોની નજરે આવતાં પોલીસને જાણ કરવામાં આવી રહી છે. પોલીસને માહિતી મળતા જ એફ.એસ.એલની ટીમ સાથે કાફલો ઘટના સ્થળે દોડીઆવ્યો હતો. પોલીસે આત્મહત્યા અને મર્ડરની થીયર પર તપાસ શરૂ કરી દીધી છે.

બનાવની વિગત એવી છે કે શહેરના માંજલપુર વિસ્તારમાં કોચર કોલ સેન્ટરની પાછળ આવેલી બ્રિજ વાટીકા સોસાયટી સામે આવેલ વીજ થાંભલા ઉપર ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં બ્લેક જીન્સ પેન્ટ અને બ્લ્યુ કલરની ટી-શર્ટ પહેરેલી યુવતીની લાશ મળી આવી હતી. વીજ થાંભલાની સામે રહેતા એક મકાન માલિકે સવારે 7 કલાકે વીજ થાંભલા ઉપર યુવતીની લટકેલી લાશ જોતા માંજલપુર પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં તુરત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને લાશનો કબજો લઇ કાર્યવાહી કરી હતી. અને લાશને સયાજી હોસ્પિટલમાં પોષ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

આ પણ વાંચો : વડોદરા : વિદ્યાર્થિનીઓનાં કપડાં ઉતારવાની માંગણી કરનાર વિકૃત શિક્ષકની ધરપકડ

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીની ઉંમર આશરે 20 વર્ષની છે. અને આ યુવતીની કોઇ અન્ય સ્થળે હત્યા કરીને લાશ વીજ થાંભલે ઓઢણીથી લટકાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો છે. જોકે, યુવતીની કેવી રીતે હત્યા કરાઇ છે. અને કેટલાં વાગે હત્યા કરાઇ છે. તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. હાલમાં પોલીસે યુવતીની લાશના ફોટાના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસને લાશના ફોટા શહેર-જિલ્લાના તમામ પોલીસ મથકમાં મોકલી આપ્યા છે. આ સાથે પોલીસે ગુમ થયેલી યુવતીઓની વિગતો પણ એકઠી કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે અત્રે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
First published: September 1, 2019
વધુ વાંચો
अगली ख़बर