Home /News /gujarat /દાઉદ નેપાળથી ચલાવી રહ્યો છે ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટ
દાઉદ નેપાળથી ચલાવી રહ્યો છે ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટ
ગુજરાતમાંથી ગત મહિને ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ પાવડરના તાર વિદેશો સાથે જોડાયા છે ત્યાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ નેપાળથી આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ ચલાવી રહ્યો છે. આ મામલે નેપાળ પોલીસ તપાસ કરી રહી છે. જેમાં એને મોટી સફળતા પણ મળી છે.

નવી દિલ્હી #ગુજરાતમાંથી ગત મહિને ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ રેકેટના તાર વિદેશો સાથે જોડાયા છે ત્યાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ નેપાળથી આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ ચલાવી રહ્યો છે. આ મામલે નેપાળ પોલીસ તપાસ કરી રહી છે. જેમાં એને મોટી સફળતા પણ મળી છે.
નેપાળ પોલીસ આંતર રાષ્ટ્રીય બજારમાં કોકીનની તસ્કરીના તાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાઇ હોવાની તપાસ કરી રહી છે. નોપાળ પોલીસે તાજેતરમાં જ ત્રણ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે જે આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ બજાર સાથે સંકળાયેલા છે અને એમના અંગે એવું માનવામાં આવી રહ્યું છે કે તે દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલા છે.
નેપાળ પોલીસે કેટલાક પાકિસ્તાની નાગરિકોને ઝડપી તપાસ હાથ ધરી છે કે જે નકલી નોટોથી લઇને સફેદ અને ભુરા રંગના હેરોઇનની તસ્કરી અને એશિયાથી યૂરોપમાં કોકીનની તસ્કરીમાં સંડોવાયેલા છે. નેપાળના નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ત્રણ વિદેશી નાગરિકો અને એક નેપાળી નાગરિકો પાસેથી 2 કિલોથી વધુ કોકિનનો જથ્થો જપ્ત કર્યો છે. જેની આંતર રાષ્ટ્રીય બજારમાં કિંમત 3.30 કરોડ અંદાજવામાં આવી રહી છે. પોલીસ સુત્રોનું કહેવું છે કે, નેપાળમાં ડ્રગ્સના ધંધામાં કેટલાક મોટા ડ્રગ્સ માફીયાઓનો પણ હાથ છે.