Home /News /gujarat /

દારૂલ ઉલૂમનો ફતવો, દાઢી નથી રાખી શકતા તો છોડી દો ઇન્ડિયન એરફોર્સની નોકરી

દારૂલ ઉલૂમનો ફતવો, દાઢી નથી રાખી શકતા તો છોડી દો ઇન્ડિયન એરફોર્સની નોકરી

#સહારનપુરના ઇસ્લામિક મદરેસા દારૂલ ઉલેમ દેવબંદે એક ફતવો જારી કર્યો છે જેમાં એક ઇન્ડિયન એરફોર્સના અધિકારીને સલાહ આપવામાં આવી છે કે જો એમને ઇસ્લામિક શરિયા મુજબ દાઢી રાખવાની મંજૂરી આપવામાં આવતી નથી તો તે નોકરી છોડી દે. આ ફતવાને લીધે નવો વિવાદ ખડો થયો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવા દિલ્હી #સહારનપુરના ઇસ્લામિક મદરેસા દારૂલ ઉલેમ દેવબંદે એક ફતવો જારી કર્યો છે જેમાં એક ઇન્ડિયન એરફોર્સના અધિકારીને સલાહ આપવામાં આવી છે કે જો એમને ઇસ્લામિક શરિયા મુજબ દાઢી રાખવાની મંજૂરી આપવામાં આવતી નથી તો તે નોકરી છોડી દે. આ ફતવાને લીધે નવો વિવાદ ખડો થયો છે.

વાસ્તવમાં એક આઇએએફ અધિકારીએ દારૂલ ઉલૂમને ઓનલાઇન એક સવાલ પુછ્યો હતો કે તે નાની ઉંમરમાં નોકરીમાં જોડાયો હતો. એ વખતે એને દાઢી ન હતી. પરંતુ હવે તે દાઢી રાખવા ઇચ્છે છે. પરંતુ મંજૂરી નથી. આ સ્થિતિમાં તે શું કરે? શું નોકરી છોડી દેવી કે ચાલુ રાખવી?

આ સવાલનો મદરેસાએ જવાબ આપતાં કહ્યું કે, જો ઇન્ડિયન એરફોર્સના નિયમો મુજબ દાઢી વધારવાની પરમિશન નથી અને નોકરી વખતે આ અંગે એગ્રીમેન્ટ કર્યો હોય તો આવી સ્થિતિમાં એની પાસે બે વિકલ્પ છે.

પહેલો તો જો તમે આર્થિક રીતે મજબૂત છો અને નોકરી છોડ્યા બાદ આસાનીથી પૈસા કમાઇ શકો છો નોકરી છોડી દો. અને જો નોકરી છોડ્યા બાદ પૈસા કમાવવાનો કોઇ રસ્તો દેખાતો ન હોય તો નોકરી ચાલુ રાખો અને અલ્લાહની માફી માંગતા રહો.

આ ફતવા અંગે દારૂલ ઉલૂમના વાઇસ ચાન્સેલર મૌલાના મુફ્તી અબુલ કાસિમ નોમાનીએ કહ્યું કે, આ સલાહ આપવામાં આવી છે. જોકે આ અંગે વધુ કંઇ કહેવા એમણે ઇન્કાર કર્યો.

ફતવામાં આગળ કહેવાયું છે કે, જો તમને ધાર્મિક આઝાદી મળી રહી છે અને ધાર્મિક કસ્ટમ્સને અપનાવવામાં કોઇ પ્રતિબંધ નથી. ભારતીય બંધારણમાં લખ્યું છે અને ડિપાર્ટમેન્ટ દાઢી વધારવા માટે મંજૂરી નથી આપતું તો તમે કોઇ વકીલની પણ સલાહ લઇ શકો છો.
First published:

Tags: દારૂલ ઉલૂમ, ફતવો, ભારતીય વાયુસેના

આગામી સમાચાર