કૂવામાં પાણી નીકળતા ખેડૂતની 14 મહિનાનો થાક પાણીને સ્પર્શતા જ પળમાં ઓગળી ગયો હતો.
આહવા તાલુકાના વશુરના ગામના ખેડૂત ગેનાગાભાઇ પાવરએ કૂવો ખોદી પાણી નીકળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે સાથે ખેડૂતે કૂવો ખોદી પોતાની નવ હેક્ટર જમીનમાં પિયત ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
કેતન પટેલ, બારડોલી: ડાંગ જિલ્લો (Dang District) ગુજરાતનો ચેરાપુજી છે ડાંગ જિલ્લામાં પુષ્કળ વરસાદ (Monsoon) પડે છે પરંતુ ડુંગરાળ અને પથરાળ પ્રદેશ હોવાના કારણે ઉનાળાના ચાર મહિના અહીં પીવાના પાણીની વિકટ સમસ્યા (Water Shortage)સર્જાય છે. સરકારની બધી યોજનાઓ અહીં કામ આવતી નથી અને છેવટે લોકો કોતરોમાં માઇલો દૂર પાણી શોધે છે. જાત મહેનત જિંદાબાદને માનનારા ખેડૂતો અહીં ડગલે ને પગલે જોવા મળે છે. આવી જ રીતે ડાંગ (Dang) જિલ્લાના વહીવટી મથક આહવાથી 17 કિ.મી.ના અંતરે આવેલા વાસુર્ણા ગામમાં વસતા 60 વર્ષીય ખેડૂત ગંગાભાઈ પવાર જેમને ખેતી માટે કુવા (Well)ની જરૂર હોય 20 વર્ષથી સરપંચને રજૂઆત કરી સરકારી કુવાની માંગણી કરી હતી પરંતુ તેમની માંગણી નહી સ્વીકારાતા જાત મહેનત જિંદાબાદમા માનનારા ખેડૂત જાતે જ તેમના ખેતરમાં એકલા હાથે કૂવા ખોધવાનું શરૂ કરી દીધું હતું.
ડાંગ જિલ્લાના વાસુર્ણા ગામના એક ગરીબ મહેનતકસ ખેડૂતે જાત મહેનત કરી એકલા હાથે 32 ફૂટનો કૂવો ખોદી પાણી કાઢ્યું છે. 14 મહિના સુધી સખત મહેનત કર્યા બાદ 32 ફૂટે કૂવામાં પાણી નીકળતા પાણી જોતાં જ 14 મહિનાનો થાક પળવારમાં ઉતરી ગયો હતો, જોકે આ કુવાને પાકો કરવા માટે ફરી એકવાર ગંગાભાઈને સરકાર પાસે મદદની આશા છે.
ગંગાભાઈએ પહેલો કુવો 10 ફૂટ ખોદ્યા બાદ ખડક નીકળતા તેનું કામ પડતું મૂકી બીજો કૂવો ખોદવાનું શરૂ કર્યું હતું પરંતુ તેનું પણ આઠ નવ ફૂટ ખોદકામ કરતા તેમાં પણ ખડક લાગતા ત્રીજો કૂવાનું ખોદકામ શરૂ કર્યું હતું. ત્રીજા કૂવામાં 15 ફૂટએ પાણી નીકળ્યું હતું પરંતુ તે પણ સિંચાઈ યોજનામાં અન્ય ખેડૂતોને ફાળવી દેતાં ગંગાભાઈ એ ચોથો કૂવાનું ખોદકામ શરૂ કર્યું હતું. ચોથા કૂવામાં પણ 15 ફૂટ એ ખડક લાગતા ચોથા કુવાનું ખોદકામ પણ પડતું મૂકી ઠગ્યા વગર વર્ષ પહેલા પાંચમા કૂવાનું ખોદકામ શરૂ કર્યો હતુ.
આમ રાત દિવસ જ્યારે પણ આંખ ખુલે એટલે ખેડૂત કુવાના ખોદકામમાં જોતરાઈ જતો હતો. એકલા હાથે 14 મહિના સુધી સખત મહેનત કરી 32 ફૂટ કૂવાનું ખોદકામ કર્યા બાદ ખેડૂતની મહેનત રંગ લાવી ખેડૂતના કૂવામાં પાણી નીકળતા ખેડૂતની 14 મહિનાનો થાક પાણીને સ્પર્શતા જ પળમાં ઓગળી ગયો હતો. આ અંગેની જાણ તેમના પરિવારજનોને થતા તેમના આનંદનો પાર રહ્યો ન હતો. ગ્રામજનો તેમજ તેમના કૂવાને જોવા માટે લોકોના ટોળેટોળા ધસી આવી જાતે કૂવામાં ઉતરી ખાતરી કરી ખેડૂતની મહેનતને બિરદાવી હતી.
આહવા તાલુકાના વશુરના ગામના ખેડૂત ગેનાગાભાઇ પાવરએ કૂવો ખોદી પાણી નીકળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે સાથે ખેડૂતે કૂવો ખોદી પોતાની નવ હેક્ટર જમીનમાં પિયત ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જાત મહેનતથી ખેડૂત ગંગાભાઈએ કૂવો તો ખોદી નાખ્યો પરંતુ આ કાચા કૂવાને પાકો કરવા માટે તેમની પાસે પૈસા નથી એટલે કૂવાની પાળ માટે ફરી એકવાર તેઓએ સરકાર પાસે કુવાના બાંધકામ માટે મદદની માંગ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર