અમદાવાદ# આજે ભાજપના અમદાવાદ- પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીના રાણીપ સ્થિત નિવાસસ્થાને દલિત યુવાનો અને બહુજન સમાજના રાજકીય કાર્યકરોએ વિરોધ નોંધાવીને સુત્રોચ્ચાર કર્યો હતો.
જો કે, આ યુવાનોની પોલીસે અટકાયત કરી હતી, સાંસદના નિવાસસ્થાને કોઇ અનિચ્છનિય બનાવ બન્યો નહોતો.
વિરોધ કરી રહેલા 70-80 દલિત યુવાનો વધારે ધમાલ કરે તે પહેલા ચાંદખેડા પોલીસે તેમની અટકાયત કરીને તેમને શાહીબાગના પોલીસ હેડક્વાટર્સમાં આવેલા સ્ટેડિયમની અગાશી પર લઇ ગઇ હતી. પોલીસે આ અંગે મીડિયાને કોઇ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતુ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર