દાહોદ: જિલ્લાના (Dahod news) એક ગામમાં 'સરપંચ' (Sarpanch) વેબ સિરીઝ જેવો કિસ્સો સામે આવ્યો છે. દાહોદ જિલ્લાના રેટિંયા ગામમાં પંચાયતના સરપંચ (female Sarpanch) સેજલબેન છે. જ્યારે એક વિદ્યાર્થી ફોર્મમાં તેમની સહી કરાવવા તેમના ઘરે ગયો ત્યારે મહિલા સરપંચના સસરા અનિલ માવીએ તેમની જગ્યાએ કામ કરતા હોય તેવું દેખાઇ રહ્યુ હતુ. જોકે, સરપંચ વેબ સિરીઝમાં પણ મહિલા સરપંચના પતિ જ બધું કામ સંભાળે છે. જ્યારે આ ગામમાં સરપંચના સસરા કામ સંભાળી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.
વિદ્યાર્થીએ ઉતાર્યો વીડિયો
આ ઘટનામાં વિવાદ ત્યારે વકર્યો જ્યારે આ વિદ્યાર્થી કરણભાઇનું ફોર્મ મહિલા સરપંચના સસરા અનિલભાઇએ ફાડી નાંખ્યું હતુ. આ સાથે તેઓ વિદ્યાર્થીને અપશબ્દો પણ બોલ્યા હતા. જે બાદ વિદ્યાર્થી કરણભાઇએ આ ઘટનાનો પોતાના મોબાઇલમાં જ વીડિયો ઉતાર્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (Dahod viral video) થઇ રહ્યો છે.
રજૂઆત કરતા વિદ્યાર્થીને ખખડાવ્યો
દાહોદના રેટિયા ગ્રામ પંચાયતના સરપંચ સસરાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 17 જૂને ગ્રામસભામાં વિદ્યાર્થી કરણે રજૂઆત કરી હતી. આ વિદ્યાર્થીએ સરકારી યોજનાનું બોર્ડ લગાવવા અને વ્હોટસએપ ગ્રુપમાં એડ કરવા સરપંચને રજૂઆત કરી હતી. જેના પગલે સરપંચના સસરાએ અદાવત રાખીને તેને ધમકાવ્યો હતો અને વિદ્યાર્થીના જણાવ્યા પ્રમાણે, મારવાની પણ ધમકી આપી હતી. જે બાદ વિદ્યાર્થીએ આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો.
સરપંચના સસરાએ આ વિદ્યાર્થીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેના કારણે વિદ્યાર્થીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, વીડિયોમાં સરપંચ ક્યાંય દેખાતા નથી. આ વાયરલ વીડિયોમાં એક મહિલા અને પુરુષ દેખાઇ રહ્યા છે. જેમાં જાળવા મળ્યું છે કે, જે પુરુષ હતા તે મહિલાના સરપંચ છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર