Home /News /gujarat /

દાહોદમાં શરમજનક ઘટના! ટ્યુશન શિક્ષકે સગીર વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ

દાહોદમાં શરમજનક ઘટના! ટ્યુશન શિક્ષકે સગીર વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ

ટ્યુશન સંચાલકની ફાઇલ તસવીર

Dahod News: ધાકધમકી આપીને બળજબરીપૂર્વક સગીર બાળકી સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું. વિધાર્થિનીએ ઘટનાની જાણ પરિવારજનોને કરતાં પરિવારજનો સાથે બાળકી ઝાલોદ પોલીસ મથકે પહોંચી હતી

    ઝાલોદ: એક તરફ સરકાર મહિલા સ્શક્તિકરણની વાતો કરે છે તો બીજી તરફ મહિલાઓ અને દીકરીઓ ઉપર અત્યાચાર અને બળાત્કારના બનાવો દિન પ્રતિદિન વધતાં જોવા મળી રહ્યા છે. સમાજને શર્મસાર કરી દે તેમજ શિક્ષણ જગતને લાંછનરૂપ ઘટના દાહોદ જિલ્લાના ઝાલોદમાં (Zalod) સામે આવી છે. શિક્ષણ માતા સરસ્વતિની સાધના ગણાય છે, ત્યારે શિક્ષણના ધામમાં અશ્લીલતાના પાઠ ભણાવતા હોવાનું સામે આવ્યું છે. ટયુશન શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે.

    ટયુશનમાં આવતી વિધાર્થી ની ઉપર ગુરુ ગણાતા એવા શિક્ષકની દાનત બગડતાં સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચર્યાનું સામે આવ્યુ છે. ઝાલોદ ખાતે આવેલા હેતા ટ્યુશન ક્લાસીસના સંચાલક નૈનેશ ડામોરના મનમાં વાસનાનો કીડો સળવળતા પોતાના ટ્યુશન ક્લાસની વિધાર્થિની જ્યારે બાથરૂમ ગઈ તે દરમિયાન ચોરી છૂપે મોબાઈલમાં વિડીયો ઉતારી વિધાર્થિનીને પોતાની સાથે શરીર સબંધ ન બાંધે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

    આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં થયેલા ગોઝારા અકસ્માતમાં સુરતના ટુર સંચાલકનું મોત

    જે બાદ ધાકધમકી આપીને બળજબરીપૂર્વક સગીર બાળકી સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું. વિધાર્થિનીએ ઘટનાની જાણ પરિવારજનોને કરતાં પરિવારજનો સાથે બાળકી ઝાલોદ પોલીસ મથકે પહોંચી હતી અને શિક્ષક નૈનેશ ડામોર વિરુધ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

    જે બાદ હેવાન શિક્ષકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર પંથકમાં હેવન શિક્ષક નૈનેશ ડામોર સામે ફિટકાર વરસી રહ્યો છે. જ્યાં શિક્ષણ માટે શિક્ષકોના ભરોસે દીકરીઓને મોકલવામાં આવતી હોય છે. ત્યારે દીકરીઓ કેટળી સુરક્ષિત છે તે એક મોટો સવાલ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, દાહોદ, સગીરા

    આગામી સમાચાર