Home /News /gujarat /દાહોદના વેપારીની હત્યામાં મોટો ખુલાસો, લેબ ટેક્નિશિયન ઓછા પગારના કારણે બની ગયો કન્ટ્રાક્ટ કિલર

દાહોદના વેપારીની હત્યામાં મોટો ખુલાસો, લેબ ટેક્નિશિયન ઓછા પગારના કારણે બની ગયો કન્ટ્રાક્ટ કિલર

દાહોદમાં ભરૂજારમાં વેપારીની હત્યા થઇ હતી.

Dahod News: શેખ દાહોદની ખાનગી પેથોલોજી લેબોરેટરીમાં ટેક્નિશિયન તરીકે કામ કરતો હતો. જ્યાં તેનું કામ દર્દીઓના લોહીના નમૂના લેવાનું હતું.

દાહોદમાં વેપારીની ચકચારી હત્યા કેસ (Dahod Murder Case)માં એક લેબોરેટરી ટેક્નિશિયનનો (lab technician turns into contract killer) હાથ હોવાનું સામે આવ્યું છે, જેણે આર્થિક તંગી અને નજીવા પગારના કારણ તેને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું.

શનિવારે માડી સાંજે દાહોદ શહેરના સતત વ્યસ્ત વિસ્તાર એવા કુકડા ચોકમાં આરોપી મુસ્તફા શેખ દ્વારા વેપારી યુનુસ કરવારવાલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. શેખે રોડ રેજ તરીકે હત્યાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તપાસમાં સત્ય સામે આવી ગયું હતું. પ્રાપ્ત માહિતી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શેખની ઓળખ કરી હતી, જેણે દાવો કર્યો હતો કે, તેને કટવારાવાલાની સાથે ઝગડો થયો હતો અને ગુસ્સામાં મર્ડર કર્યુ હતું.

જોકે, પોલીસને શરૂઆતથી જ આ વેપારીની હત્યાની ઘટના રોડ રેજની લાગતી નહોતી. કારણ કે તેને નિર્દયતાથી છરાના ઘા મારવામાં આવ્યા હતા. શેખની કડક પૂછપરછ કરતા તે તૂટી પડ્યો હતો અને તેણે ખુલાસો કર્યો કે તેણે કટવારવાલાને મારવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: માતાએ નવ માસની દીકરીનું ગળું દબાવી કરી હત્યા, પોતે પણ કર્યો આપઘાત

શેખ દાહોદની ખાનગી પેથોલોજી લેબોરેટરીમાં ટેક્નિશિયન તરીકે કામ કરતો હતો. જ્યાં તેનું કામ દર્દીઓના લોહીના નમૂના લેવાનું હતું. દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી શાહે જણાવ્યું હતું કે, “શેખનો પગાર માત્ર રૂ. 6500 હતો અને તેને પૈસાની સખત જરૂરિયાત હતી. તેણે તેના મિત્ર મોઇન પઠાણને આ અંગે વાત કરી હતી.”

પઠાણના મિત્ર મોહમ્મદ જુઝેરનો કટવારાવાલા સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ કોર્ટ તેમજ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો અને જુઝર કટવારવાલાને ખતમ કરવા માંગતો હતો.

આ પણ વાંચો: દાહોદ: એક નહીં થઈ શકે તેવા ડરે પ્રેમી યુગલનો આપઘાત, પાંચ દિવસ પહેલા જ થયા હતા મૃતક યુવકના લગ્ન

જુઝરે પઠાણને આ અંગે જણાવ્યું હતું અને તેના બદલામાં શેખને પૂછ્યું કે શું તે કટવારવાલાને મારવાનો કોન્ટ્રાક્ટ લેશે. જ્યારે પઠાણે તેને હત્યા માટે 10 લાખ રૂપિયાની ઓફર કરી, તો શેખ તરત જ આ કામ માટે રાજી થયો હતો. શેખે કટવારવાલા પર નજર રાખવાનું શરૂ કરી દીધું અને તેને મારતા પહેલા તેની હિલચાલ વિશે જાણી લીધું. કાલુ રીઝવીએ તેને મૃતકની તમામ વિગતો આપી હતી. આખરે શેખે પોતાની બાઇક કટવારવાલા સાથે અથડાવીને અકસ્માત કર્યો હતો. ઝઘડો શરૂ થતા શેખે છરી કાઢી અને રસ્તા પર છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.
First published:

Tags: Crime news, Dahod, ગુજરાત, હત્યા