Home /News /gujarat /અમદાવાદ ગેંગરેપ કેસઃ ક્રાઇમ બ્રાંચે મહિલા આયોગને સોંપ્યો રિપોર્ટ

અમદાવાદ ગેંગરેપ કેસઃ ક્રાઇમ બ્રાંચે મહિલા આયોગને સોંપ્યો રિપોર્ટ

પીડિતાને કોર્ટમાં રજુ કરવામાં આવી હતી (ફાઇલ તસવીર)

અમદાવાદમાં ગેંગરેપ કેસમાં ક્રાઇમ બ્રાંચે પોતાનો તપાસ રિપોર્ટ મહિલા આયોગનો સોંપી દીધો છે. ક્રાઇમ બ્રાંચે સાથે કેટલાક પુરાવા પર મહિલા આયોગને સોંપ્યા છે. રિપોર્ટની સાથે સાથે ક્રાઇમ બ્રાંચે હજુ સુધી આ કેસમાં કોઈ આરોપીની ધરપકડ શા માટે નથી કરવામાં આવી તેના કારણો પણ રજૂ કર્યા છે. આ કેસમાં યુવતીએ ગૌરવ દાલમિયા, વૃભષ મારુ, યામિની નાયર અને અન્ય ત્રણ અજાણ્યા લોકો સામે ફરિયાદ આપી છે.

યુવતીએ તપાસ સીબીઆઈને સોંપવા કરી હતી હાઇકોર્ટમાં અરજી

આ કેસમાં પીડિતાના પરિવારે ક્રાઇમ બ્રાંચની તપાસ સામે અવિશ્વાસ વ્યક્ત કરીને એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી. પરિવારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે અથવા સીધી હાઈકોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવે તેવી અરજી કરી હતી. આ ઉપરાત આ કેસમાં 164 પ્રમાણે મેજિસ્ટ્રેટ સમક્ષ પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું ન હોવાની પણ ફરિયાદ કરી હતી. જોકે, પીડિતાએ બાદમાં તપાસ સીબીઆઈને સોંપવાની અરજી પરત ખેંચી લીધી હતી. આ કેસમાં હાઈકોર્ટે પીડિતાનું 164 પ્રમાણે નિવેદન નોંધવાનો આદેશ કર્યો હતો.

આ પણ વાંચોઃ

ગૌરવ, યામિન અને વૃષભની ક્રાઇમ બ્રાંચ કરી ચુકી છે પૂછપરછ

આ કેસમાં યુવતીએ ફરિયાદમાં જેના નામ લખાવ્યા છે તે ગૌરવ દાલમિયા, વૃષભ મારુ અને યામિની નાયરની ક્રાઇમ બ્રાંચ પૂછપરછ પોલીસ કરી ચુકી છે. ગૌરવ દાલમિયા ક્રાઇમ બ્રાંચ સમક્ષ પહેલા હાજર થઈ ગયો હતો. જ્યારે વૃષભ મારુ સૌથી છેલ્લા હાજર થયો હતો. બંનેએ પોતે નિર્દોષ હોવાનું જણાવતા લાઇ ડિટેક્શન ટેસ્ટ કરવાની તૈયારી બતાવી હતી. આ કેસમાં પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી છે પરંતુ કોઈની ધરપકડ કરી નથી.

જે.કે.ભટ્ટ તપાસમાંથી હટી ગયા

આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહી છે ત્યારે પીડિત યુવતીએ ક્રાઇમ બ્રાંચના એડિશન પોલીસ કમિશ્નર જે.કે. ભટ્ટ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. બાદમાં જે.કે. ભટ્ટે એક પત્ર લખીને તપાસમાંથી પોતાને મુક્ત કરવામાં આવે તેવી માંગણી કરી હતી. ભટ્ટની આ માંગણી સ્વીકારી લેવામાં આવી હતી. હાલમાં આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચના ડીસીપી પન્ના મોમાયાના વડપણ હેઠળ ચાલી રહી છે.
First published:

Tags: Satellite, અમદાવાદ, ક્રાઇમ બ્રાંન્ચ, છોકરી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો