Home /News /gujarat /

વર્ષ 2012માં મકરબા પાસે યુવકની હત્યાનો મામલો, કોર્ટે 4 આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા

વર્ષ 2012માં મકરબા પાસે યુવકની હત્યાનો મામલો, કોર્ટે 4 આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા

વર્ષ 2012માં મકરબા પાસે યુવક રાજા ઉર્ફે રફીયુદ્દીનની હત્યાના કેસમાં મિરઝાપુર કોર્ટે ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

વર્ષ 2012માં મકરબા પાસે યુવક રાજા ઉર્ફે રફીયુદ્દીનની હત્યાના કેસમાં મિરઝાપુર કોર્ટે ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# વર્ષ 2012માં મકરબા પાસે યુવક રાજા ઉર્ફે રફીયુદ્દીનની હત્યાના કેસમાં મિરઝાપુર કોર્ટે ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

સુનાવણી દરમિયાન, મિરઝાપુર કોર્ટમાં સરકારી વકીલની રજૂઆત હતી કે, આરોપી શાહરૂખ, ફરદીન, ફરીદ અને દિલાવર સામે પુરતા પુરાવા છે.

આ કેસમાં આરોપીઓએ હત્યાના ઈરાદા સાથે જ સમગ્ર ગુન્હાને અંજામ આપ્યો છે. મૃતકને એક આરોપીની બહેન સાથે પ્રેમ હોવાથી આ હત્યા થઈ છે. આ કેસમાં ત્રણ સાક્ષીઓએ આરોપીઓને ઓળખી બતાવ્યા છે.

બીજી તરફ, આરોપીના વકીલની રજૂઆત હતી કે, હત્યા જે સ્થળે થઈ છે, ત્યાં આરોપીઓ હતા જ નથી. આરોપી સામે કોઈ પુરાવા નથી.
First published:

Tags: આજીવન કેદ, કોર્ટે, ફટકારી`, સજા, હત્યા આરોપી

આગામી સમાચાર