અમદાવાદ# વર્ષ 2013માં સગીર પિતરાઈ બહેન સાથે દુષ્કર્મ કરવાના કેસમાં પોસ્કો કોર્ટે આરોપીને દસ વર્ષની કેદની સજા ફટકારી છે. પોસ્કો કોર્ટે આરોપીને રૂ, 4500નો દંડ પણ ફટકાર્યો છે અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા કરી છે.
પોસ્કો કોર્ટનું અવલોકન છે કે, આરોપીએ લોહીના સંબંધને કલંક પહોંચાડ્યો છે. આ એક જધન્ય ગુન્હો છે અને આરોપી માફ કરી શકાય નહીં. સુનાવણી દરમિયાન, પોસ્કો કોર્ટમાં સરકારી વકીલની રજૂઆત હતી કે, આરોપી બાલાસિનોરનો રહેવાસી છે અને તે સગીર બહેનને બાલાસિનોર, ફાગવેલ, ગોધરા અને સેલવાસ લઈ ગયો હતો.
આરોપી સામે પુરતા પુરાવા અને સાક્ષીઓ છે. મહત્વનું છે કે, વર્ષ 2013માં આરોપી તેની પિતરાઈ સગીર બહેનને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગે, સગીર છોકરીની માતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર