Home /News /gujarat /

31 માર્ચે બહુમત સાબિત કરશે હરીશ રાવત, બળવાખોર ધારાસભ્યોને પણ હાજર રહેવા મંજૂરી

31 માર્ચે બહુમત સાબિત કરશે હરીશ રાવત, બળવાખોર ધારાસભ્યોને પણ હાજર રહેવા મંજૂરી

#ઉત્તરાખંડમાં ઘેરાયેલા રાજકીય સંકટ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતને આજે નૈનીતાલ હાઇકોર્ટે રાહત આપતો આદેશ કર્યો છે. હાઇકોર્ટે રાવતને 31મી માર્ચે બહુમત સાબિત કરવા કહ્યું છે ઉપરાંત આ સમયે બળવાખોર ધારાસભ્યોને પણ હાજર રહેવાની મંજૂરી આપી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
દહેરાદૂન #ઉત્તરાખંડમાં ઘેરાયેલા રાજકીય સંકટ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતને આજે નૈનીતાલ હાઇકોર્ટે રાહત આપતો આદેશ કર્યો છે. હાઇકોર્ટે રાવતને 31મી માર્ચે બહુમત સાબિત કરવા કહ્યું છે ઉપરાંત આ સમયે બળવાખોર ધારાસભ્યોને પણ હાજર રહેવાની મંજૂરી આપી છે.

હાઇકોર્ટે કહ્યું કે, બળવાખોર ધારાસભ્ય પણ વિધાનસભામાં હાજર રહી શકશે. પરંતુ એમના મત અલગથી ગણવામાં આવશે અને 1લી એપ્રિલે વિધાનસભાની કાર્યવાહી અંગે કોર્ટને જાણકારી આપવાની રહેશે. વિધાનસભાની આ કાર્યવાહી માટે હાઇકોર્ટે એક ઓબ્જર્વરની પણ નિયુક્તિ કરી છે. કોંગ્રેસના 9 બળવાખોર ધારાસભ્યો અને ભાજપના એક બળવાખોર ધારાસભ્ય છે.

રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની વિરૂધ્ધ કોંગ્રેસે સોમવારે ઉત્તરાખંડ હાઇકોર્ટમાં ઘા નાંખી હતી. કોંગ્રેસ નેતા હરીશ રાવત 34 ધારાસભ્ય સાથે રાજ્યપાલને મળ્યા હતા. કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કેન્દ્ર સરકારને મંગળવાર સુધી પોતાનો જવાબ આપવા કહ્યું છે.

અહીં નોંધનિય છે કે, કોંગ્રેસ તરફથી આ મામલે અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ કેસ લડી રહ્યા છે.
First published:

Tags: ઉત્તરાખંડ વિવાદ, મુખ્યમંત્રી, રાજકીય સંકટ, હરીશ રાવત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन