Home /News /gujarat /

અમદાવાદમાં નશાનો કારોબાર, ડબલ ભાવે કફ સીરપ વેચતા 4 લોકોની ધરપકડ, જાણો કઇ રીતે ચલાવતા હતા ગોરખ ધંધો

અમદાવાદમાં નશાનો કારોબાર, ડબલ ભાવે કફ સીરપ વેચતા 4 લોકોની ધરપકડ, જાણો કઇ રીતે ચલાવતા હતા ગોરખ ધંધો

શહેરમાં ડ્રગ્સના વિકલ્પ તરીકે કફ સીરપનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી મળી હતી.

Ahmedabad News: જુહાપુરા બરફની ફેક્ટરી પાછળ લવલી પાર્ક સોસાયટીમાં એસઓજીની ટીમે રેડ કરી હતી અને રૂ.6.30 લાખની કિંમત 3500 કફ શિરપની બોટલ સાથે 4 આરોપીને ઝડપી લીધા છે.

અમદાવાદ: શહેરમાં ફરી એકવાર નશા માટે ડ્રગ્સના વિકલ્પ (drugs in Ahmedabad) તરીકે કફ સીરપનું (cough syrup use as drugs) ગેરકાયદે વેચાણના નેટવર્કનો પર્દાફાશ થયો છે. SOG ક્રાઇમે 4 આરોપીની ધરપકડ કરીને રૂ 6.30 લાખના કફ શિરપના જથ્થા સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી મોહંમદવકાસ કાઝી, મોહસીન રગરેજ, અદનાન શેખ અને અરબાઝ શેખને કફ સીરપ સાથે એસઓજી ક્રાઇમે (SOG crime Branch) ઝડપી લીધા.

શહેરમાં ડ્રગ્સના વિકલ્પ તરીકે કફ સીરપનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી મળતા જુહાપુરા બરફની ફેક્ટરી પાછળ લવલી પાર્ક સોસાયટીમાં એસઓજીની ટીમે રેડ કરી હતી અને રૂ.6.30 લાખની કિંમત 3500 કફ શિરપની બોટલ સાથે 4 આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓ ડોકટર પ્રિસ્ક્રિપ્શન વગર જે સીરપનું વેચાણ કરીને ડબલ ભાવ લઈને ગેરકાયદેસર કફ સીરપ વેચી નશાનો કારોબાર ચલાવતા હતા.આરોપી મોહંમદવકાસ કાઝી  વી.કે. ફર્મના નામે દવાઓના ખરીદ વેચાણનું લાઇસન્સ ધરાવતો હતો. જેમાં સરનામું શાહઆલમ છે પરંતુ કફ સીરપનો જથ્થો જુહાપુરમાં રાખ્યો હતો.

આ પણ વાંચો: યુવકે પિતાની ચૂંગલમાંથી માતા-બહેનને છોડાવવા ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

મહત્વ નું છે કે, નિયમ મુજબ લાયસન્સ ધારકે જે સરનામું લાયસન્સમાં બતાવ્યું હોય તે જ સ્થળે દવાઓનો જથ્થો રાખી વેપાર કરી શકે છે. આથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીએ આરોપીઓને લવલી પાર્ક સોસાયટીમાં કફ સીરપના જથ્થાના સંગ્રહ અને ખરીદ-વેચાણનું લાઇસન્સ અંગે પૂછતાં ન હોવાનું જણાવ્યું હતું. જેથી આરોપીઓ કફ સીરપનું  ડબલ કિંમત લઈને વેચાણ કરતા હતા. પકડાયેલા અન્ય આરોપીઓમાં સાણંદનો અરબાઝ શેખ ડ્રગ્સ પેડલર છે. જે કફ શિરપનો જથ્થો ખરીદી ને વેચણ કરતો હતો.

શહેરમાં હવે એમ ડી ડ્રગ્સની સાથે કફ સીરપનું નેટવર્ક વધતા એસઓજીએ સર્ચ શરૂ કર્યું છે. આ આરોપીઓ લાયસન્સ ક્યારે મેળવ્યું અને કેટલા સમયથી આ નેટવર્ક ચાલતું હતું તેને લઈને તપાસ શરૂ કરી.આ લોકો સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર