અમદાવાદમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

News18 Gujarati
Updated: March 26, 2020, 11:32 PM IST
અમદાવાદમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદ - ફાઈલ ફોટો

હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદનું ઝાપટું પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

  • Share this:
કોરોના વાયરસના ભય વચ્ચે આજે અમદાવાદમાં પૂરો દિવસ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું, અને રાત્રે 10 વાગ્યા બાદ વીજળીના કડાકા-ધડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે.

ધોધમાર વરસાદના પગલે શહેરના એસજી હાઇવે, રાણીપ, ન્યુ રાણીપ, સાબરમતિ, ચાંદખેડા, જીવરાજપાર્ક, અંજલિ, વેજલપુર અને જુહાપુરા, વાસણા સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા.

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ પહેલા કચ્છ, સુરેન્દ્રનગર બાદ પાટણ અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે રવિપાક નિષ્ફળ જવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. દ્વારકા, કચ્છ બાદ સુરેંદ્રનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદનું ઝાપટું પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બનાસકાંઠાના વાવ સુઈગામમાં અચાનક ભારે પવન સાથે ગાજવીજ થતા વરસાદી ઝાપટા પડ્યા. ભાવનગરના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

આ બાજુ પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જિલ્લાના અમુક વિસ્તારમાં વરસાદી છાટા પડ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ગતીમાં વધારો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, પાટણના શંખેશ્વર તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો. પાટણમાં જીરું, ચણા, સવા, ઘઉં રાયડુ, એરંડા સહિતના પાકોને નુકશાન થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સુઈગામ તાલુકાના સરહદી ગામડાઓમાં ભારે તોફાની પવન સાથે વરસાદ પડતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો હતો
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर