Home /News /gujarat /

ગુજરાતના આ શહેરમાં કોરોનાની રસીનો બીજો ડોઝ લેનારને મળી શકે છે iphone

ગુજરાતના આ શહેરમાં કોરોનાની રસીનો બીજો ડોઝ લેનારને મળી શકે છે iphone

આઈફોનની પ્રતીકાત્મક તસવીર

Ahmedabad News: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનના બીજા ડોઝના રસીકરણને વેગ મળે તે માટે હવે આઈફોન (iphone) જીતાડવાની યોજના બનાવવામાં આવી છે.

    અમદાવાદ: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને (Corona new varient Omicron) તંત્રની ચિંતા વધારી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેની ગાઇડલાઇન તમામ રાજ્યોને આપવામાં આવી છે તે રાજ્યોએ અનુસરવી પડશે. ગુજરાતમાં (Coronavirus in Gujarat) હજીસુધી એમિક્રોન વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી છતાં તેની સામે તકેદારી લેવામાં આવી રહી છે. તો બીજી બાજુ રાજ્યમાં લોકો કોરોના સામેની રસીનો બીજો ડોઝ (Corona vaccine second dose) લે તે માટે નવી નવી યોજનાઓ પણ આપવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનના બીજા ડોઝના રસીકરણને વેગ મળે તે માટે હવે આઈફોન (iphone) જીતાડવાની યોજના બનાવવામાં આવી છે.

    આઇફોન જીતવાની તક

    AMCમાં 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી જે કોઈ નાગરિકોઓએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હશે તેવા તમામ નાગરિકો પૈકી એક વ્યકિતને લકી ડ્રો મારફતે પસંદગી કરવામાં આવશે. તેમજ પસંદગી પામેલા આ એક વ્યકિતને અંદાજિત રૂ.60,000ની કિંમતનો iphone પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવશે.

    ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

    શહેરમાં કુલ 78,74,817 ડોઝ નાગરિકોને અપાયા

    અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 78,74,817 ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ડોઝ 47,72,290 અને બીજો ડોઝ 31,02,527 આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં જે પણ નાગરિકોને પ્રથમ/બીજો ડોઝ બાકી હોય તેવા તમામને વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે બીજા ડોઝ લેવાના બાકી લોકોની સંખ્યા વધારે હોવાથી આકર્ષક યોજનાઓ લાવવામાં આવે છે.

    આ પણ વાંચો - અમદાવાદ : તમારા ઘરની બહાર AMC લખશે X અને P, જાણો તેનો શું છે મતલબ

    રસી વગર પ્રવેશ નહીં

    આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી હેલ્થ સેન્ટર તદુપરાંત મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં દાખલ કે સારવાર લેવા આવનાર દર્દીઓના ઓ.પી.ડી.અને આઇ.પી.ડી કેસ પેપર પર લીધેલ ડોઝ (પ્રથમ અને બીજા) અંગેની માહિતીની નોંધણી કરવામાં આવશે. દર્દીઓની મુલાકાત લેવા આવતા મુલાકાતીઓને પ્રવેશ દ્વાર આગળ વેક્સિનેશન સર્ટિફિકેટની તપાસ કરવામાં આવશે. કોરોના વેક્સિનના બીજા ડોઝ માટે એલીજીબલ વ્યકિતને જો વેક્સિનેશન બાકી હશે તેને જે તે હેલ્થ સેન્ટર હોસ્પિટલ ખાતે વેક્સિનેશન કરવામાં આવશે તેમજ વેક્સિનેશન લીધા સિવાય હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ થશે અને વેક્સિન નહિ લીધી હોય તો તેવા દર્દીઓને તેમની સારવાર પૂર્ણ કર્યા બાદ સ્વસ્થ થતા જ તુરંત વેક્સિનેશન કરવા બાબતનું માર્ગદર્શન આપવામાં આવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Corona vaccine, COVID-19, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन