Home /News /gujarat /કોરોના સામે સુરક્ષા: ગુજરાતમાં આજથી 15થી 18 વર્ષના કિશોરોને અપાશે રસી, જાણો રસીકરણની પ્રોસેસ

કોરોના સામે સુરક્ષા: ગુજરાતમાં આજથી 15થી 18 વર્ષના કિશોરોને અપાશે રસી, જાણો રસીકરણની પ્રોસેસ

અમદાવાદ-જામનગર શહેરમાં 9-9 કેસ, અરવલ્લીમાં 8, ભાવનગર શહેર, ગીરસોમનાથ, મોરબી, નવસારી, વલસાડમાં 6-6 કેસ, પાટણમાં 5, ભાવનગર-દાહોદ, મહીસાગરમાં 4-4 કેસ, છોટાઉદેપુર, નર્મદામાં 3-3 કેસ, બોટાદ, જામનગર, જૂનાગઢ શહેર, પોરબંદર, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે. ડાંગ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢમાં 0-0 કેસ નોંધાયા છે અને કુલ 1040 નવા કેસ નોંધાયા છે.

Corona Vaccination for Teens: બાળકોને રસી આપવા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે ઓન ધ સાઇટ પણ રજીસ્ટ્રેશન કરી શકાશે.

અમદાવાદ: ગુજરાતમાં (Coronavirus in Gujarat) નવા વેરિયન્ટ ઓમિક્રોનની સાથે કોરોનાના કહેર પણ વધી રહ્યો છે. ત્યારે આજથી દેશ સાથે રાજ્યમાં 15થી 18 વર્ષના કિશોરો માટે રસીકરણ (vaccination for 15 to 18 year of age group) અભિયાન શરૂ થવાનું છે. આ અભિયાન હેઠળ રાજ્યમાં 15થી 18 વર્ષના અંદાજે 36 લાખ બાળકોને રસી આપવામાં આવશે. આરોગ્ય વિભાગના આયોજન પ્રમાણે, 3500 સેન્ટર પર રસી આપવા માટેનું આયોજન કરાયું છે. બાળકોને રસી આપવા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે ઓન ધ સાઇટ પણ રજીસ્ટ્રેશન કરી શકાશે.

મહત્વની વાત એ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા બાળકો માટેની રસી ઝાયકો-ડીને 20 ઓગસ્ટના રોજ મંજૂરી આપવામાં આવી છે જેમાં 12 વર્ષથી વધુની વયના બાળકોને આપવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં દેશના અલગ અલગ જગ્યાએ બાળકો ઉપર રિસર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઝાયડસની ઝાયકો-ડી બાળકોની રસીને મંજૂરી આપવામાં આવી હતી.

આ રીતે થશે રસીકરણ

બાળકોને રસી આપાવવામાં વાલીઓના મનમાં અનેક પ્રશ્નો થઇ રહ્યા છે. તો આ પ્રક્રિયાને આપણે સામાન્ય ભાષામાં સમજીએ. શાળાઓમાં વેક્સિનેશન પ્રક્રિયા સોમવારથી એટલે આજથી શરૂ થઈ રહી છે. આ માટે ઘણી સ્કૂલોએ વાલીઓ પાસેથી સંમતિ પત્રક મંગાવ્યુ છે. શાળામાંથી રસી લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું ત્યાં જ રજીસ્ટ્રેશન કરાશે અને રસી આપવામાં આવશે. આ માટે સ્કૂલના 4 રૂમનો ઉપયોગ કરાશે. જેમાં એક રૂમમાં રજીસ્ટ્રેશનની પ્રોસેસ રહેશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે અને અન્ય રૂમમાં વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે. આ કામમાં શાળાના શિક્ષકો પણ વિદ્યાર્થીઓ સાથે રહેશે.

રસીકરણ માટે આ દસ્તાવેજોની પડશે જરૂર

રજીસ્ટ્રેશન સમયે આધારકાર્ડ, વાહનનું લાઈસન્સ હોય તો તેનાથી રજીસ્ટ્રેશન થઇ શકશે. આવા કોઈ પુરાવા ન હોય તો પણ બાળક રસીથી વંચિત ન રહે એ માટે કોઈ એક મોબાઈલ નંબર પર નોંધણી થશે. જેમાં માતા-પિતા, મિત્ર કે શાળાના શિક્ષક-આચાર્યનો મોબાઇલ નંબરથી પણ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ, લાભાર્થી પોતાના સ્કૂલના આઈ કાર્ડનો ઉપયોગ કરીને CoWIN પર હાલના એકાઉન્ટના માધ્યમથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. બાળકોના રજીસ્ટ્રેશન માટે પોતાના માતા-પિતાના હાલના CoWIN એકાઉન્ટનો ઉપયોગ પણ કરી શકાય છે.

આ પણ વાંચો - Gujarat Corona Update: રાજ્યમાં સતત બીજા દિવસે coronaના 950થી વધુ કેસ,અમદાવાદ-સુરતમાં વિસ્ફોટ

રાજ્ય સરકાર પાસે પુરતા પ્રમાણમાં છે રસી

શાળા, આઇટીઆઇ,દિવ્યાંગ સંસ્થાઓ, અનાથાશ્રમ ઉપરાંત માનસિક રીતે અવસ્થ બાળકોની સંભાળ લેતી સંસ્થાઓના બાળકોને રસી આપવામાં આવશે. રાજ્યમાં 3500 સેન્ટરો પર રસી આપવા આયોજન કરાયુ છે. આરોગ્ય વિભાગે દાવો કર્યો છેકે, બાળકોને હાલ રસીનો પ્રથમ ડોઝ અપાશે. આ માટે રસીનો પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. ધો.10માં અભ્યાસ કરતાં બધાય વિદ્યાર્થીઓને રસી અપાશે પરિણામે બોર્ડની પરીક્ષા સમયે તકલીફ ઉભી ન થાય.

60થી વધુ વયના વયસ્કો, ફ્રન્ટલાઇન વર્કર અને હેલ્થ વર્કરને તા,10મી જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ અપાશે.ગુજરાતમાં 13-14 લાખ વયસ્કોને બુસ્ટર ડોઝ અપાશે જે માટે આરોગ્ય વિભાગ પાસે ડેટા ઉપલબ્ધ છે.બૂસ્ટર ડોઝ અને પ્રિકોશન ડોઝ શું છે

ઓમિક્રોન વચ્ચે બૂસ્ટર ડોઝ વિશે ચર્ચા ચાલી રહી છે. 25 ડિસેમ્બરે પીએમ મોદીએ બૂસ્ટર ડોઝ (booster dose)ની બદલે ‘પ્રિકોશન ડોઝ’ (precaution dose) શબ્દનો ઉલ્લેખ કર્યો. હવે સવાલ એ છે કે બંને એક જ છે કે અલગ અલગ. દેશના જાણીતા ડોક્ટર નરેશ ત્રેહને જણાવ્યું કે બૂસ્ટરને જ મોદીએ પ્રિકોશન ડોઝ કહ્યો છે. મૂળ હેતુ ઇમ્યુનિટી વધારવાનો છે.
First published:

Tags: Corona vaccine, Corona vaccine for kids, Coronavirus in Gujarat, અમદાવાદ, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો