વડોદરા : કોરોનાનો પોઝિટિવ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતા રજા આપવામાં આવી

વડોદરા : કોરોનાનો પોઝિટિવ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતા રજા આપવામાં આવી
પ્રતિકાત્મક તસવીર

હોસ્પિટલમાં પૂરતો રક્ત પુરવઠો મળી રહે તે માટે જિલ્લા કલેકટર દ્વારા સંકલિત આયોજન કરવામાં આવ્યું

  • Share this:
વડોદરા : વડોદરાનો એક દર્દી કોરોના વાયરસને હરાવી સંપૂર્ણ સ્વસ્થ બન્યો છે. કાળજી સભર સારવારને પગલે સંપૂર્ણ સાજા થયેલા પ્રથમ દર્દીને સયાજી હોસ્પિટલમાંથી શુભકામનાઓ સાથે વિદાય આપવામાં આવી છે. 49 વર્ષની ઉંમરના આ પુરુષ દર્દીને તા.17 મી ના રોજ શંકાસ્પદ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો ટેસ્ટ પોઝિટિવ આવતા પ્રોટોકોલ પ્રમાણે નિર્ધારિત નિષ્ણાત તબીબો સારવાર ખૂબ જ કાળજી પૂર્વક આપવામાં આવી હતી.

જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે 14 દિવસ પૂર્ણ થતાં એમનો બે વાર ટેસ્ટ તકેદારી રૂપે કરવામાં આવ્યો હતો. હવે તેઓ સંપૂર્ણ સાજા થઈ જતાં આજે રજા આપવામાં આવી છે. હવે વધુ 14 દિવસ નિરીક્ષણ હેઠળ હોમ ક્વોરેન્ટાઇમાં રાખવામાં આવશે.જિલ્લા કલેક્ટરે સયાજી હોસ્પિટલની ઉમદા સેવાઓ અને વહીવટી તંત્રના સહયોગને બિરદાવ્યો હતો. કલેકટરે દર્દીને સ્વસ્થ જીવનની શુભ કામનાઓ પાઠવી હતી. અત્યાર સુધી વડોદરામાં 9 કોરોના પોઝિટિવ સારવાર હેઠળ હતા હવે એક કોરોના પોઝિટિવ દર્દી સાજા થઇ જતા વડોદરામાં આઠ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. છેલ્લા 48 કલાકમાં વડોદરામાં કોઈપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી જે આરોગ્ય વિભાગ અને તમામ માટે રાહતના સમાચાર છે.

હોસ્પિટલમાં પૂરતો રક્ત પુરવઠો મળી રહે તે માટે જિલ્લા કલેકટર દ્વારા સંકલિત આયોજન કરવામાં આવ્યું

રાજ્યમાં એક નવીન પહેલના રૂપમાં અને કોરોના ને લીધે કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન એક આગવી પહેલ રૂપે જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે સરકારી અને સંસ્થાઓ સંચાલિત બ્લડ બેંકો અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાથે આ સમયગાળા દરમિયાન રક્તનો પુરવઠો જાળવી રાખતુ આગવું આયોજન કર્યું છે. તેમણે આ આયોજન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્લડ બેંકો ને કામચલાઉ વ્યવસ્થા રૂપે ફાળવવામાં આવેલી રક્ત વાહિનીઓને રેલવે પોલીસ પરેડ મેદાન ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.

જીલ્લા કલેકટર શાલીની અગ્રવાલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલમાં રક્તનો પુરવઠો ઉપલબ્ધ છે પરંતુ હાલની પરિસ્થિતિને અનુલક્ષીને સાવચેતીના પગલાં તરીકે આ આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પદાધિકારીઓ અને રક્ત બેન્કોના હોદેદારો સાથે બેઠક યોજી આખી રૂપરેખા સમજાવી હતી અને સહુ એ તેના અમલમાં સહયોગી અભિગમ દર્શાવ્યો હતો. હાલમાં વાહન ચાલક સાથે 12 રક્તદાન વાહિનીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ,વડોદરા દરરોજ આ વ્યવસ્થાનું મોનીટરીંગ અને સંકલન કરશે.
First published:March 31, 2020, 21:30 pm

टॉप स्टोरीज