Home /News /gujarat /

રાજ્યમાં સતત વધતી ગરમીમાં બ્રેક, પણ 27-28 મેએ ફરી હીટવેવની આગાહી

રાજ્યમાં સતત વધતી ગરમીમાં બ્રેક, પણ 27-28 મેએ ફરી હીટવેવની આગાહી

    અમદાવાદઃ સતત વધતી ગરમી પર આજે બ્રેક લાગી છે. આકાશમાંથી વરસતી ગરમીની વર્ષા થોડી નરમ પડી છે. રાજ્યમાં આજે મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટમાં 43.8 ડિગ્રી રહ્યું છે, જ્યારે ગઈ કાલે 44.6 ડિગ્રી રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી રહ્યું છે, જ્યારે ગઈ કાલે 45.7 રહ્યું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન 42.5 રહ્યું છે, જ્યારે ગઈ કાલે 44.6 ડિગ્રી રહ્યું હતું.

    મળતી વધુ માહિતી મુજબ, આજે રાજ્યના તાપમાનમાં અચાનક થોડો ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટમાં 43.8 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર અને ઇડરમાં 43.6 ડિગ્રી, ડીસામાં 43.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, અમદાવાદમાં 42.5 ડિગ્રી, અમરેલીમાં 42.7 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહ્યું હતું.

    અત્યારસુધીમાં કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયમાં રસ્તાઓ સૂના અને કર્ફ્યુ લાગ્યો હોય એવા થઈ જતા હતા, આવનારા બે દિવસ સુધી તાપમાનમાં કોઈ ખાસ વધારો નહિ થાય, એટલે લોકોને થોડીઘણી રાહત મળશે, એટલે કે આવનારા દિવસામાં તાપમાન નીચું રહેશે, પણ 27 અને 28 મેના રોજ ફરી હીટવેવની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા ફરી અહીંથી સૂચના આપવામાં આવે છે કે 27-28 મેના રોજ ગરમીનું પ્રમાણ ફરી વધવાથી બપોરના સમયે કોઈએ કામ વગર ન નીકળવું.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Heat wave, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन