Home /News /gujarat /Election 2022: ઉત્તર પ્રદેશની રાહે ચાલશે ગુજરાત કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે જૈની ઠુમ્મરે સંભાળ્યો ચાર્જ?
Election 2022: ઉત્તર પ્રદેશની રાહે ચાલશે ગુજરાત કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે જૈની ઠુમ્મરે સંભાળ્યો ચાર્જ?
પ્રદેશ પ્રભારી ડો રઘુ શર્માએ વધુમા જણાવ્યું હતું કે જૈની ઠુંમ્મર ગુજરાતની ત્રણ કરોડ બહેનોનો અવાજ બનીને કામ કરશે.
Gujarat Election 2022: કોંગ્રેસના નવનિયુક્ત મહિલા પ્રમુખ તરીકે જૈની ઠુમ્મરે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગો બોલતા જૈની ઠુમ્મરે જણાવ્યુ હતું કે, ગુજરાતની સવા ત્રણ કરોડ બહેન આભારની લાગણી વ્યક્ત કરું છું. આ પદભાર ગ્રહણ કરવું એના કરતા મહિલાની વેદનાને વાચા આપવાનો મોકો મળશે તેની ખુશી છે.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Assembly Elections) દરમિયાન યૂપી ક્રોગ્રેસે મહિલાઓને ટિકીટ આપી હતી અને મહિલા છું તો લડી શકું છું તેવું સૂત્ર પણ આપ્યું હતું. ત્યાં જ હવે ગુજરાતમાં કોંગ્રેસ (Gujaratat Congress) પણ ઉત્તરપ્રદેશ (UP Election)ની રાહે જઇ રાજ્યમાં મહિલાઓને ટિકીટ આપશે. પ્રદેશ મહિલા કોંગ્રેસના (Women Congress) નવ નિયુક્ત પ્રમુખ જૈની ઠુમ્મર (Jaini Thummar)ના પદગ્રહણ સમારંભમાં પ્રદેશ પ્રભારી ડો રઘુ શર્મા (Dr. Raghu Sharma)એ આ નિવદેન આપ્યું હતું. વિધાનસભા ચૂંટણી (Assembly Elections)માં મહિલા કોંગ્રેસ ટિકીટમાં પ્રાધાન્ય અપાશે.
પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ મહિલાઓને મજબુત કરવાનું કામ કર્યું છે. ગુજરાતમાં જે મહિલાઓ સક્ષમ હશે તેઓ ટિકીટમાં પ્રધાન્ય અપાશે. ઉત્તર પ્રદેશમાં હું છોકરી છું લડી શંકુ છુ “ સુત્ર આપ્યુ હતું. કોંગ્રેસ પક્ષે હંમેશા મહિલાઓને પ્રધાન્ય આપ્યુ છે. તેવી જ રીતે ગુજરાતમાં આવનાર વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ મહિલાઓને ટિકીટ માટે પ્રધાન્ય આપશે.
કોંગ્રેસના નવનિયુક્ત મહિલા પ્રમુખ તરીકે જૈની ઠુમ્મરે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગો બોલતા જૈની ઠુમ્મરે જણાવ્યુ હતું કે, ગુજરાતની સવા ત્રણ કરોડ બહેન આભારની લાગણી વ્યક્ત કરું છું. આ પદભાર ગ્રહણ કરવું એના કરતા મહિલાની વેદનાને વાચા આપવાનો મોકો મળશે તેની ખુશી છે.
આવનારા સમયમાં મહિલાઓની વેદના, સમસ્યા માટે, કાયદો વ્યવસ્થા, શિક્ષણના પ્રશ્રો, મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસ અવાજ બનશે. પદ નહીં પણ વેદનાનો ભાર છે અને આ મહિલાઓનો ભાર હું લઈ રહી છું. આ ત્રણ કરોડ મહિલાઓનો ભાર છે વેદનાને વાચા આપવા પદભાર સંભાળું છું.
પ્રદેશ પ્રભારી ડો રઘુ શર્માએ વધુમા જણાવ્યું હતું કે જૈની ઠુંમ્મર ગુજરાતની ત્રણ કરોડ બહેનોનો અવાજ બનીને કામ કરશે. મોંઘવારીનો માર વધુ સહન કરવાનો વારો હમેશાં ઘર ચલાવનાર બહેનો પર પડે છે. બહેનો પર ગુજરાતમાં અત્યાચાર થાય, જુલમ થાય તેમનો અવાજ બનવાનો કામ જેની ઠુંમ્મરના નેતૃત્વમાં થશે.
મહિલા કોંગ્રેસ મજબૂત સંગઠન તાલુકા, જિલ્લાઓમાં આગામી દિવસોમાં બનશે. વધારેમાં વધારે બહેનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાય તેવી અપીલ કરુ છું. જે બહેનો ચુંટણી જીતી શકે છે તેઓ આગળ આવે. લોકતંત્રના અભિયાનમાં મહિલાઓનો ફાળો આપે તેવી અપીલ કરું છું. અલગ-અલગ ક્ષમતા રાખતી મહિલાઓને પુરે પૂરો સમર્થન આપીશું.