આગામી સમયમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. જેને ધ્યાનમાં રાખીને દરેક પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. લોકસભા 2019ની ચૂંટણીમાં પોતાનો પડચમ લહેરાવવા માટે દરેક પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી પણ પોતાની તૈયારીઓ ચાલું કરી દીધી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઇપાવર કમિટીની રચના કરશે એવી શક્યતા શેવાઇ રહી છે.
નજીકના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે લોકસભા ચૂંટણી પહેલા હાઇ પાવર કમિટીની જાહેરાત કરવામાં આવશે. આ કમિટીમાં કોંગ્રેસનાસિનિયર અને જૂનિયર નેતાઓનો સમાવેશ કરવામાં આવશે.
આઠ સભ્યોની કમિટીમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર, અર્જૂન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધર, ભરતસિંહ સોલંકી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનો સમાવેશ થશે. આ સંભવતી હાઇપાવર કમિટીની હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ કમિટી ઉમેદવાર પસંદગીથી લઇને ચૂંટણીની તમામ કામગીરી ઉપર કામ કરશે. અને તમામ પ્રકારનું ધ્યાન રાખશે. આગામી દિવસોમાં દિલ્હી હાઇ કમાન્ડ દ્વારા આ કમિટીની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે એવું સુત્રો જણાવી રહ્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર