આજે હાર્દિક પટેલના ઉપવાસનો 14મો દિવસ છે. હાર્દિકના સમર્થનમાં પહેલા દિવસથી જ કોંગ્રેસ તેની સાથે છે. તો આજે કોંગ્રેસે 24 કલાકના ઉપવાસ રાખ્યાં છે. કોંગ્રેસ કલેક્ટર કચેરી બહાર પરેશ ધાનાણીની આગેવાનીમાં ઉપવાસ કરી રહ્યાં છે.
ખેડૂતોના દેવા માફી મુદ્દે પાસ કન્વીનર હાર્દિક પટેલ બાદ હવે કોંગ્રેસ પણ ધરણા કાર્યક્રમ કરી રહ્યાં છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત 25 કાર્યકર્તાઓ સહિત 24 કલાક માટે ઉપવાસ કરવાના છે. નોંધનીય છે કે ગઈકાલે CM સાથે મુલાકાત બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જાહેરાત કરી કે ભાજપના અહંકાર સામે 24 કલાકનું ઉપવાસ આંદોલન કરશે. દરેક જિલ્લા સ્તરે નેતાઓ તથા કાર્યકરો આ ઉપવાસ આંદોલનમાં જોડાયા છે.
કોંગ્રેસના પરેશ ધાનાણીએ આ અંગે વાત કરતા જણાવ્યું કે, "કોંગ્રેસના ઉપવાસ પાછળની મુખ્ય માગણીઓ ખેડૂત દેવા માફી અને લોકશાહી બચાવ છે. આંદોલન કરવાનો અધિકાર તમામ 18 વર્ણને છે. સરકાર તંત્રનો ઉપયોગ કરી લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપના રાજમાં ખેડૂત પાયમાલ થયો છે. સમગ્ર દેશમાં ખેડૂતો બેહાલ છે. ખેડૂતનો ઓજાર પર જીએસટી લદાયું છે. ખેડૂતો પર કર વેરો નાંખી ભાજપે મોટું પાપ કર્યું છે."
ભાજપ સરકાર અહંકારી છે. આંદોલનકારીઓની સાથે સરકાર વાત કરે તેવી અમારી અપીલ છે. હું સરદાર પટેલનો વારસદાર છું તેનું ગૌરવ છે. 14 દિવસના ઉપવાસમાં કયા સામ સામા નિવેદન જોયા છે.
આ સાથે તેમણે હાર્દિક પટેલને પણ વિનંતી કરી છે. તેની સાથે તેમણે કહ્યું છે કે આંદોલનકારીઓની ઉંમર વધે તેવી ભગવાનને પ્રાર્થના. સુતેલી સરકાર અહંકાર છોડી આંદોલનકારીઓ સાથે મુલાકાત કરે તેવી અમારી માંગ છે. ભાજપ સરકાર જાતિ અને વર્ગનું વિભાજન કરે છે. સંવેદનહીનતા છોડી ભાજપ આંદોલનકારીઓને મળે.
ભાજપના લાગેલા આક્ષેપ પર પરેશ ધાનાણીનાં નિવેદનમાં તેમણે કહ્યું કે, આંદોલનકારીઓમાંથી ઉભી થયેલી કોગ્રેસ પાર્ટી છે. જે પણ સમાજ પોતાની સમસ્યા લઇ આંદોલન કરશે તો કોગ્રેસ તેને સમર્થન કરશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર