Home /News /gujarat /કાળા નાણાંને આધારે જ તમે દિલ્હી બેઠા છો, કોંગી નેતા શંકરસિંહ વાઘેલાનો પ્રહાર

કાળા નાણાંને આધારે જ તમે દિલ્હી બેઠા છો, કોંગી નેતા શંકરસિંહ વાઘેલાનો પ્રહાર

જુની નોટ બદલાવવા માટે લોકોને પડી રહેલી હાલાકી અંગે સરકાર સામે રોષ ઠાલવતાં કોંગી નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રની ભાજપા સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

જુની નોટ બદલાવવા માટે લોકોને પડી રહેલી હાલાકી અંગે સરકાર સામે રોષ ઠાલવતાં કોંગી નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રની ભાજપા સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર #જુની નોટ બદલાવવા માટે લોકોને પડી રહેલી હાલાકી અંગે સરકાર સામે રોષ ઠાલવતાં કોંગી નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રની ભાજપા સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

કાળા નાણાં અને ભ્રષ્ટાચારને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાઇ રહેલ લડત મામલે શંકરસિંહ વાઘેલાએ ભારે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, કાળા નાણાંના આધારે જ તમે દિલ્હીમાં બેઠા છો. તમને આ અંગે વાત કરવાનો પણ અધિકાર નથી.

શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું કે, કાળા નાણાંને આધારે તમે દિલ્હીમાં બેઠા છો. ભારતીય જનતા પાર્ટીની સરકારને આ વાત કરવાનો કોઇ અધિકાર નથી. કાળા નાણાંના રૂપિયા વાપરીને તમે દિલ્હી બેઠા છો.

તેમણે વધુમાં કહ્યું કે હજારો કરોડ રૂપિયા તમે વાપર્યા છે. તમે કરોડપતિઓના રૂપિયા ટીવીમાં વાપર્યા છાપામાં વાપર્યા.ઉમેદવારમાં વાપર્યા, ટોળાં ભેગા કરવામાં વાપર્યા. તમે કઇ રીતે કાળા નાણાની વાત કરો છો, શરમ આવવી જોઇએ. આ અંગે વાત કરવાનો તમે નૈતિક અધિકાર ગુમાવી દીધો છે. આવી સરકાર હોય તોય શું અને ના હોય તોય શું?
First published:

Tags: કોંગ્રેસ, નોટ માટે પડાપડી, નોટબંધી, ભાજપ, શંકરસિંહ વાઘેલા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन