Home /News /gujarat /

ઉત્તરાખંડ : બાગી ધારાસભ્યોના રાજકીય ભાવિનો આજે થશે ફેંસલો

ઉત્તરાખંડ : બાગી ધારાસભ્યોના રાજકીય ભાવિનો આજે થશે ફેંસલો

#ઉત્તરાખંડ રાજકીય સંકટમાં સુપ્રિમ કોર્ટના સ્ટેને પગલે ફરી એકવાર રાજકીય ગતિવિધિઓ તેજ બની છે એ સંજોગોમાં કોંગ્રેસના બાગી ધારાસભ્યોની રાજકીય કારર્કિદીનો આજે ફેંસલો થવાની સંભાવના છે. હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસમાં આજે ચુકાદો આવી શકે એમ છે.

#ઉત્તરાખંડ રાજકીય સંકટમાં સુપ્રિમ કોર્ટના સ્ટેને પગલે ફરી એકવાર રાજકીય ગતિવિધિઓ તેજ બની છે એ સંજોગોમાં કોંગ્રેસના બાગી ધારાસભ્યોની રાજકીય કારર્કિદીનો આજે ફેંસલો થવાની સંભાવના છે. હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસમાં આજે ચુકાદો આવી શકે એમ છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નૈનીતાલ #ઉત્તરાખંડ રાજકીય સંકટમાં સુપ્રિમ કોર્ટના સ્ટેને પગલે ફરી એકવાર રાજકીય ગતિવિધિઓ તેજ બની છે એ સંજોગોમાં કોંગ્રેસના બાગી ધારાસભ્યોની રાજકીય કારર્કિદીનો આજે ફેંસલો થવાની સંભાવના છે. હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસમાં આજે ચુકાદો આવી શકે એમ છે.

ધારાસભ્યોની ઉત્તરાખંડ વિધાનસભામાં સદસ્યતા દુર કરવાના અધ્યક્ષ ગોવિંદસિંહ કુંજવાલના આદેશને પડકારતી અરજી સંદર્ભે આજે હાઇકોર્ટમાં ચુકાદો આવવાની સંભાવના છે. નૈનીતાલ સ્થિત ઉત્તરાખંડ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ યૂસી ધ્યાનીની સિંગલ બેચમાં થનાર સુનાવણીમાં આજે બાગી ધારાસભ્યો દ્વારા પોતાની રજુઆત કરાશે.

આ અગાઉ શનિવારે અધ્યક્ષ કુંજવાલ તરફથી વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને વકીલ કપિલ સિબ્બલે પોતાની દલીલો કરી હતી.

ગત 18 માર્ચે રાજ્ય વિધાનસભામાં વિનિયોગ વિધેયક પર મત વિભાજનની ભાજપની માંગના સમર્થનમાં ઉતરેલા કોંગ્રેસના નવ ધારાસભ્યોને વિધાનસભામાંથી બરખાસ્ત કરતો અધ્યક્ષે 27મી માર્ચે આદેશ કર્યો હતો. જેને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

તત્કાલિન મુખ્યમંત્રી હરીશ રાવત સરકાર વિરૂધ્ધ બગાવતનો ઝંડો ઉઠાવનારા કોંગ્રેસના ધારાસભ્યોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય બહુગુણા, પૂર્વ કૃષિ મંત્રી હરકસિંહ રાવત, પ્રદીપ બત્રા, શૈલેન્દ્ર મોહન સિંઘલ, શૈલારાની રાવત, અમૃતા રાવત, ઉમેશ શર્મા કાઉ, કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન અને સુબોધ ઉનિયાલનો સમાવેશ થાય છે. બગાવતની આંધીને લીધે શરૂ થયેલા રાજકીય સંકટ મામલે 27મી માર્ચે રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું હતું અને આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.
First published:

Tags: ઉત્તરાખંડ વિવાદ, કોંગ્રેસ, બગાવત, હરીશ રાવત, હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन