Hardik Patel: હાર્દિક પટેલને કોંગ્રેસનો ટોણો, પાર્ટીના કારણે વ્યક્તિ મોટો હોય છે વ્યક્તિ કારણે પાર્ટી નહી?
Hardik Patel: હાર્દિક પટેલને કોંગ્રેસનો ટોણો, પાર્ટીના કારણે વ્યક્તિ મોટો હોય છે વ્યક્તિ કારણે પાર્ટી નહી?
હાર્દિક પટેલ ભાજપ જોડાવા પર કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડો મનિષ દોશીએ આડકતરી સલાહ આપતા કહ્યું હતુ કે હાર્દિક પટેલ હોશિયાર અને તકને પારખી શકે છે.
કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્ત ડો મનિષ દોશીએ હાર્દિક પટેલની નારજગી પર વળતો જવાબ આપતા કહ્યું હતુ કે, પાર્ટીના આંતરિક માળખામાં હાર્દિક પટેલે સંવાદ કરવો જોઇએ. કોંગ્રેસ પક્ષ હંમેશા ખુલા મને વાત કરવા તૈયાર હોય છે. હાર્દિક પટેલના નિવેદનની કોંગ્રેસ હજારો કાર્યકર્તા દુ:ખી થયા છે. પક્ષની બહાર નિવદેન આપવાથી પક્ષને નુકશાન થઇ રહ્યું છે
હાર્દિક પટેલ (Hardik Patel)ની નારજગી પર કોંગ્રેસ પાર્ટી (Congress)ના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશી (Manish Doshi)એ જવાબ આપતા કહ્યું હતુ કે પાર્ટીના કારણે વ્યક્તિ મોટો હોય છે નહી કે વ્યક્તિના કારણે પાર્ટી. હાર્દિક પટેલના નિવેદનથી કોંગ્રેસના હજારો કાર્યકર્તા દુ:ખી થયા છે. હાર્દિક પટેલ સમજદાર અને હોશિયાર વ્યક્તિ છે તેઓને ખબર જ છે કે કોંગ્રેસ છોડ્યા બાદ ભાજપમાં ગયેલા નેતાઓની શું સ્થિતિ આજે છે.
કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્ત ડો મનિષ દોશીએ હાર્દિક પટેલની નારજગી પર વળતો જવાબ આપતા કહ્યું હતુ કે, પાર્ટીના આંતરિક માળખામાં હાર્દિક પટેલે સંવાદ કરવો જોઇએ. કોંગ્રેસ પક્ષ હંમેશા ખુલા મને વાત કરવા તૈયાર હોય છે. હાર્દિક પટેલના નિવેદનની કોંગ્રેસ હજારો કાર્યકર્તા દુ:ખી થયા છે. પક્ષની બહાર નિવદેન આપવાથી પક્ષને નુકશાન થઇ રહ્યું છે.
પક્ષ દ્વારા મને કશું નથી આપ્યું પક્ષને અમે આપ્યુ હોવાના હાર્દિક પટેલના નિવદેન પર કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડો મનિષ દોશીએ કહ્યું હતુ કે કોઇ વ્યક્તિ પક્ષની મોટો હોતો નથી. કોંગ્રેસ પક્ષના કારણે વ્યક્તિ મોટો થયો છે. મેં પક્ષને આપ્યું તેના પહેલા પક્ષે તેમને નાની ઉંમર મોટુ પદ આપ્યું છે. પક્ષ દ્વારા મોટી જવાબાદરી આપી છે તેઓ અંગે કામ કરવું જોઇએ.
હાર્દિક પટેલ ભાજપ જોડાવા પર કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડો મનિષ દોશીએ આડકતરી સલાહ આપતા કહ્યું હતુ કે હાર્દિક પટેલ હોશિયાર અને તકને પારખી શકે છે. ભુતકાળમા કેટલાક નેતા ગયા છે તેના સ્થિતિ આજે સૌ કોઇ જાણે છે. બહુરૂપિયા થઇ કામ તકવાદી થઇ પક્ષ છોડેલા નેતાઓની આજે શું સ્થિત છે તે પૂર્વ મંત્રીઓ જોઇશે ખ્યાલ આવશે. કહેવાતા મજબુત અને કહેવાથી પાર્ટી શું સ્થિતિ છે સૌ કોઇ ખ્યાલ છે. ભાજપમા જવું કે નહી તે નિર્ણય વ્યક્તિ હોય શકે છે.
હાર્દિક પટેલ મુદે કોંગ્રસ હવે આકરા પાણી જોવા મળી રહી છે. કોંગ્રેસ હવે કોઇ પણ પ્રકારના સમાધાન મુળમા જોવા મળતી નથી. ભુતકાળમા ગયેલા નેતાઓ જેમ અહીં પણ જે વ્યક્તિ પાર્ટી છોડવી હોય તે જઇ શકે છે. કોગ્રેસ પક્ષ હાર્દિક પટેલ સાથે છેડો ફાળવામા મુળમાં છે. કારણ કે કોંગ્રેસ હવે ફરી ખામ થીયરી તરફ વળતી જોવા મળી રહી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર