ગાંધીનગર: લોકરક્ષક પેપર લીક મામલામાં નવો જ મુદ્દો બહાર આવ્યો છે. પેપર લીકના ગુનાની આરોપી રૂપલ શર્મા જે ઘરમાં રહેતી હતી તે કોંગ્રેસનાં ધારા સભ્ય સુરેશ પટેલનું હતું. આ મામલે જ્યારે ન્યૂઝ 18નાં સંવાદાતા હિતેન્દ્ર બારોટ સુરેશ પટેલનો સંપર્ક સાધ્યો તો સુરેશ પટેલે સ્પષ્ટ કહ્યું કે, તેમને આ ઘર રામસિંહ નામનાં વ્યક્તિને ભાડે આપ્યુ હતું. સુરેશ પટેલનું કહેવું છે કે મે આ ઘર માટે ભાડા કરાર રામસિંહ નામની વ્યક્તિને કર્યો હતો.
અને તેમણે ઘર રામ સિંહ નામના વ્યક્તિને આપ્યુ હતું. પણ રામસિંહ નામનાં વ્યક્તિએ આ ઘર રૂપલ શર્માને ભાડે આપ્યુ હતું જેથી રૂપલ આ ઘરની પેટા ભાડુંઆત થઇ હતી. ધારાસભ્ય સુરેશ પટેલે કહ્યું કે, મને આ ઘર પેટા ભાડે
હોય તેવી કોઇ જ માહિતી ન હતી. આ ઘર મે રામસિંહને ભાડે આપ્યુ હતું અને હવે હું ભાડુઆત રામસિંહને નોટિસ આપીને મારું ઘર ખાલી કરાવી દઇશ. મારે આ ઘરમાં આવવા જવાનું ન થવાને કારણે મને આ ઘર પેટા ભાડે આપ્યુ
હોય તે અંગે પણ માહિતી ન હતી.
મે ફેબ્રુઆરી મહિનામાં ભાડાં કરાર કર્યો હતો. આ ભાડાં કરાર 11 મહિના પહેલાં કર્યો હતો. આ પહેલાંથી તેઓ રહે છે. તેમને આ ઘર મે દોઢ વર્ષથી ભાડે આપ્યુ છે. આ ઘરમાં તેઓ પાંચ દસ હોસ્ટેલનાં છોકરાઓ રાખવાની વાત થઇ હતી. જેનાંથી મને વાંધો ન હતો. પણ મને ખબર ન હતી કે મારા ઘરનો આવા ખોટા કામ માટે ઉપયોગ થશે.
મારા માતે આ જે ઘટના બની છે તે નંદનીય છે. જે પેપર કૌભાંડ થયુ છે તે થવું જોઇતુ ન હતું. મને આ વાતની જાણ થઇ છે એટલે હું તુંરત જ તેને નોટિસ આપીને મારુ ઘર ખાલી કરાવી દઇશ.
ભાડાં કરારમાં છે ખોટુ નામ
આ મહિલાનું નામ મીડિયામાં રૂપલ શર્મા નામે બહાર આવ્યું છે. પણ પેટા ભાડુઆત તરીકે કરારમાં આ મહિલાનું નામ પદ્માવતી બેન શશીપાલ શર્મા છે આ મહિલાનો ફોટો અને પાનકાર્ડ તમામ ડોક્યુમેન્ટ્સ પણ આપેલા છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર