સંજય જોષી, અમદાવાદઃ તલાલા બેઠકથી કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગા બારડને વેરાવળ શેસન્સ કોર્ટ દ્વારા સ્ટે ન આપવામાં આવતા બુધવારે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. આ મામલે જસ્ટીસ એસ.એચ. વોરાએ વેરાવળ શેસન્સ કોર્ટને બધા પક્ષકારોને સાંભળી સ્ટે ન આપવા મુદે યોગ્ય કારણો સોમવાર સુધી રજુ કરવાનો આદેશ કર્યો છે.
ઉલેખયનીય છે કે ગીર સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટના ચૂકાદા બાદ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ભગા બારડને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા અને તેમના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકરવામાં આવ્યો હતો જેમાં જસ્ટિસ સોનિયા ગોકણી અગાઉ વેરાવળ કોર્ટ દ્વારા સજા પર જે સ્ટે આપવામાં આવ્યો હતો તેને રદ જાહેર કરતા સ્ટે પર ફરીવાર સુનાવણી કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ સ્ટેની નવી સુનાવણી વેરાવળ સેશન્સ કોર્ટે સજા પર સ્ટે ન આપતા હાઈકોર્ટમાં અપિલ કરવામાં આવી હતી.
આ મુદે ગત 1લી મેના રોજ જસ્ટીસ સોનિયા ગોકાણીએ પ્રાથમીક દ્રષ્ટિએ આ મુદ્દે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો. જ્યારબાદ સ્ટે મેળવવા માટે ભગા બારડ દ્વારા હાઈકોર્ટમાં અપિલ દાખલ કરવામાં આવી હતી.
ભગા બારડને વર્ષ 1995માં 2.83 કરોડ રૂપિયાના ગેરકાયદેસર લાઇમ સ્ટોન ખનન કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જે 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારવામાં આવેલી સજા પર વેરાવળ સેશન્સ કોર્ટે સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો. વેરાવળ સેશન્સ કોર્ટના ચૂકાદાને ભૂલ ભરેલો અને અન્ય મુદ્દોઓ ધ્યાન લીધા વગર આપ્યો હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન એટલે કે સ્ટે ફગાવી દેવાના નિર્ણય રદ કરતી પિટિશન દાખલ કરવામાં આવી છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર