પ્રણવ પટેલ, અમદાવાદ : ગુજરાતની છ બેઠક પર યોજાનાર પેટા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળી હતી, આ બેઠકમાં સંભવિત ઉમેદવારની યાદી તૈયાર કરી છે. પ્રદેશ ઇલેક્શન કમિટીમાં પેનલ તૈયાર કરવામાં આવી છે.
કોણ કોણ રેસમાં છે ?
અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી કમિટીની મળેલી બેઠક પૂર્ણ થઇ હતી. પ્રભારી રાજીવ સાતવની અઘ્યક્ષતમાં મળેલી બેઠકમાં 6 વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસની પેનલ તૈયાર કરવામાં આવી, જેમાં અમરાઇવાડી બેઠકમાં ધમભાઇ પટેલ અને ઇલાકક્ષીબહેન પટેલ નામ પેનલમાં છે. લુણાવાડા બેઠક માટે ગુલાબસિંહ ચૌહાણ અને પી એમ પટેલનું નામ છે, તો રાધનપુર બેઠક માટે રઘુ દેસાઈ અને ગોવિદ ઠાકોરનું નામ પેનલમાં સામેલ છે.
આ સિવાય થરાદ બેઠક પર માવજી ચૌધરી પટેલ અને અંબાલાલ સોલંકી. બાયડ બેઠક માટે જસુ પટેલ અને માન્વેન્દ્રસિંહનું નામ પેનલમાં સામેલ છે. ખેરાલુમાં મુકેશ ચૌધરી અને બાબુજી ઠાકોરનું નામ સામેલ છે. હાઇકમાન્ડની અંતિમ મહોર બાદ સત્તાવાર રીતે નામની જાહેર થશે.
અમદાવાદના પાલડી પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં 6 બેઠકોના ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. હાલ 6 બેઠકો માટે 49 લોકોએ ટિકિટની માંગ કરી છે. જેમાં થરાદ બેઠક માટે સાત દાવેદારો, રાધનપુર બેઠક માટે 9 દાવેદારો, ખેરાલુ બેઠક માટે 6 દાવેદારો, બાયડ બેઠક પર 8 દાવેદરોએ પોતાને ટિકિટ આપવાની માંગણી કરી છે. જ્યારે લુણાવાડા બેઠક પર 7 અને અમરાઈવાડી બેઠક પર 6 ઉમેદવારોએ ટિકિટ માંગી છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર