Home /News /gujarat /

ગુજરાતની ચૂંટણીને લઇને કાંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

ગુજરાતની ચૂંટણીને લઇને કાંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

ગુજરાતમાં ચૂંટણીને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અહીં ચૂંટણી પ્રચાર કરવા માટે કોઈ કસર છોડવા નથી માંગતી. કોંગ્રેસના નેતાએ આગામી દિવસોમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરશે.

ગુજરાતમાં ચૂંટણીને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અહીં ચૂંટણી પ્રચાર કરવા માટે કોઈ કસર છોડવા નથી માંગતી. કોંગ્રેસના નેતાએ આગામી દિવસોમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરશે.

વધુ જુઓ ...
ગાંધીનગરઃ ગુજરાતમાં ચૂંટણીને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અહીં ચૂંટણી પ્રચાર કરવા માટે કોઈ કસર છોડવા નથી માંગતી. કોંગ્રેસના નેતાએ આગામી દિવસોમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરશે. શનિવારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે સુરત ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. મનમોહનસિંઘે જીએસટી અને નોટબંધીને લઇને મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. ત્રીજી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી કોંગ્રેસના વિવિધ કેન્દ્રીય નેતાએ ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરશે.

રાહુલ ગાંધી દરરોજ કરી રહ્યા છે ટ્વિટ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દરરોજ એક ટ્વિટ કરીને મોદીને એક સવાલ કરી રહ્યા છે. શનિવારે રાહુલે ટ્વિટ કરીને સ્કૂલ-કોલેજોની ફી અને રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

કોંગ્રેસના નેતાઓનો કાર્યક્રમ

3 ડિસેમ્બર 2017

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ ગુજરાતમાં
બપોરે 1 કલાકે અમદાવાદ યોજશે પ્રેસ કોન્ફરન્સ
સાંજે 4 કલાકે રાજકોટમાં યોજાશે પ્રેસ કોન્ફરન્સ

3 ડિસેમ્બર 2017

જિતિન પ્રસાદ ગુજરાતમાં
બપોરે 12 કલાકે સુરતમાં યોજશે પ્રેસ કોન્ફરન્સ
સાંજે 5 કલાકે વડોદરામાં યોજશે પ્રેસ કોન્ફરન્સ

5 ડિસેમ્બર 2017

મનિષ તિવારી ગુજરાતમાં
બપોરે 12 કલાકે અમદાવાદમાં યોજશે પ્રેસ કોન્ફરન્સ
સાંજે 4 કલાકે વડોદરામાં યોજશે પ્રેસ કોન્ફરન્સ

6 ડિસેમ્બર 2017

મિલિન દેવરા ગુજરતમાં
બપોરે 12 કલાકે અમદાવાદમાં યોજશે પ્રેસ કોન્ફરન્સ

6 ડિસેમ્બર 2017

કોંગ્રેસ નેતા અજય માકન ગુજરાતમાં
બપોરે 11 કલાકે સુરતમાં યોજશે પ્રેસ કોન્ફરન્સ
બપોરે 4 કલાકે વડોદરામાં યોજશે પ્રેસ કોન્ફરન્સ

7 ડિસેમ્બર 2017

આરપીએન સિંઘ ગુજરાતમાં
બપોરે 11 કલાકે અમદાવાદમાં યોજશે પ્રેસ કોન્ફરન્સ
સાંજે 4 કલાકે વડોદરામાં પ્રેસને કરશે સંબોધીત

10 ડિસેમ્બર 2017

અજય માકન ગુજરાતમાં
બપોરે 12 કલાકે અમાદવાદમાં સંબોધશે પ્રેસ કોન્ફરન્સ
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017

આગામી સમાચાર