ગાંધીનગર# વિપક્ષના નેતા શંકરસિંહ વાધેલાએ આજે વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કેન્દ્ર પર આરોપ લગાવ્યો હતો કે, એક્સાઇઝ ડ્યુટી માં 84 ટકા જેટલો વધારો કરીને પ્રજાના રૂ. 2 લાખ કરોડ જેટલી માતબર રકમ પ્રજા પાસેથી લૂંટી છે. અને તેનો ઉપયોગ પીએમ મોદીની વ્યક્તિગત પ્રસિદ્ધ માટે થઇ રહ્યો છે.
તેમણે પીએમને એનઆરઆઇ પીએમ ગણાવ્યા તો સાથે પ્રજા મોંધવારીથી ત્રસ્ત છે ત્યારે પીએમ વિદેશપ્રવાસ કરી રહ્યાં છે તેવી ટકોર કરી હતી. વિપક્ષના આક્ષેપોને પ્રદેશ ભાજપ પ્રમુખે પાયાવિહોણા ગણાવ્યા હતા.
તેમનો દાવો છે કે, દેશના અર્થતંત્રને મજબૂત કરવાના આવશ્યક પગલાં કેન્દ્ર સરકારે ભર્યા છે અને તેના સારા પરિણામો પ્રજાને આગામી દિવસોમાં મળશે. એક્સાઇઝ મામલે પણ કોઇ તોતીંગ વધારો ન થયો હોવાનો પ્રદેશ પ્રમુખે દાવો કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર