લોકસભા-2019ની ચૂંટણી આડે હવે થોડાજ મહિના બચ્યા છે તે સમયે ગુજરાતમાં કોંગ્રેસની નવી જૂની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના ઘરે બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના લગભગ 17 નેતાઓ હાજર રહ્યા હોવાના સમાચાર છે.
સુત્રો પ્રમાણે મળેલી માહિતી પ્રમાણે આ અર્જુન મોઢવાડિયાના ઘરે કોંગ્રેસના નારાજ નેતાઓ મળ્યા હતા. આ બેઠકમાં દિનશા પટેલ, અલ્પેશ ઠાકોર, શૈલેષ પરમાર, સિદ્ધાર્થ પટેલ , હિંમતસિંહ પટેલ, સોમાભાઈ પટેલ, ઇન્દ્રવિજય સિંહ ગોહિલ અને તુષાર ચૌધરી હાજર રહ્યા હતા. આ બધા નેતા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને મળવા સમય માંગશે.
આવી રીતે અચાનક કોંગ્રેસના નેતાની બેઠક મળતા ફરી જુથવાદ બહાર આવ્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગી હોવાની વાત બહાર આવી છે. જોકે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં જુથવાદ હોવાની વાત નકારી કાઢી હતી. તેમના મતે આ તો સામાન્ય બેઠક હતી. આવી બેઠકો થતી રહે છે.
આ બેઠક વિશે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે 2019ની લોકસભાની ચૂંટણીને લઈને બેઠક મળી હતી. યુવા અને સીનિયર નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. કોંગ્રેસ પાર્ટીની ભવિષ્યની નીતિઓને લઈને ચર્ચા થઈ હતી. મજબુત નેતૃત્વને જવાબદારી આપવી જોઈએ. આ કોઈના વિરોધમાં બેઠક ન હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર