Home /News /gujarat /કોંગ્રેસે શરૂ કર્યો ભરતી મેળો! 'ભાજપના ચાર મોટા નેતાઓ કોંગ્રેસમાં જોડાશે'

કોંગ્રેસે શરૂ કર્યો ભરતી મેળો! 'ભાજપના ચાર મોટા નેતાઓ કોંગ્રેસમાં જોડાશે'

પ્રતિકાત્મક તસવીર

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યના બંને મુખ્ય પક્ષ જીતનો ઝંડો લહેરાવવા માટે સામ, દામ , દંડનો પ્રયોગ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે

  સમીર શુક્લા - અમદાવાદ

  લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યના બંને મુખ્ય પક્ષ જીતનો ઝંડો લહેરાવવા માટે સામ, દામ , દંડનો પ્રયોગ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઝટકો આપવા માટે કોંગ્રેસે ભરતી મેળો શરૂ કર્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના દાવા પ્રમાણે સીડબલ્યૂસીની બેઠકમાં કહેવામાં આવ્યું કે, ગુજરાતના ચાર મોટા નેતાઓ કંગ્રેસમાં જોડાશે.

  હજુ થોડા દિવસ પહેલાની જ વાત કરીએ તો, કેશુભાઈ સરકારમાં આઈટી અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર રહી ચુકેલા એવા બિમલ શાહ કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસબ્ય છે, આ ઉપરાંત બારડોલી પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી વિસ્તારના તેવા દક્ષિણ ગુજરાતમાં મજબૂત પકડ ધરાવતા અનિલ પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા છે.

  આમ બે પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા ગયા. એટલે એવું કહી શકાય કે ચૂંટણી પહેલા જોવા મળતી પક્ષ પલટાથી ગુજરાતનું રાજકારણ ગરમાઇ ગયું છે. આ ઉપરાંત હજુ વધુ સંખ્યામાં પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાશે તેવી વાતો વહેતી થઇ છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન રાઘવજી પટેલ, માનસિંહ ચૌહાણ સહિતના નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા હતા જો કે બાદમાં ભાજપે તેમને કોઈ મહત્વ ના આપતા હવે તેઓ પણ ભાજપથી નારાજ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ભાજપના પૂર્વ મંત્રી, ધારાસભ્ય બિમલ શાહ ભાજપને રામ રામ કહીને કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાતા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હોય તેવું કહેવાય છે પરંતુ ભાજપે તે સમયેજ આ વાતનો છેદ ઉડાવતા કહ્યું હતું કે બિમલભાઇના જવાથી ભાજપ પક્ષમાં કોઇ ફેર પડશે નહીં.

  જો નજીકના ભૂતકાળ તરફ નજરી કરીએ તો, આપને યાદ હશે કે જસદણની પેટા ચૂંટણીની તારીખ જાહેર થયાના એક દિવસ બાદ ભાજપમાં ભડકો થયો હતો. જસદણમાં ભાજપના ત્રણ કાર્યકર મેહુલ સંઘવી, દિલીપ રામાણી અને અન્ય એક પક્ષ સાથે છેડો ફાડી કોંગ્રેસનો ખેસ પહેરી લીધો હતો. જસદણની બેઠક પરથી કોંગ્રેસની ટિકિટમાંથી ચૂંટાઇ આવેલા કુંવરજી બાવળીયા કોંગ્રેસનો છેડો ફાડી નાખ્યા બાદ 3 જુલાઇ 2018 ના રોજ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસને અલવિદા કેહનારા દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયાને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયાને એક દિવસમાં જ તેમને સરકારમાં કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યાં . કુંવરજી બાવળીયાને પાણી-પુરવડો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ ખાતા સોંપવામાં આવ્યાં છે. જોકે 23મી ડિસેમ્બરના દિવસે જસદણના પરિણામે બતાવી આપ્યુ કે તેઓ વિજયના કુંવર છે. તેમણે રાજકારમાં બાવળ નથી વાવ્યા.

  એટલે હવે ભાજપ અને કોંગ્રેસ નેતાઓની ખેંચતાણમાં પોતાના સોગઠા ગોઠવવામાં મગ્ન બન્યા છે. કોણ કોને ખેંચે છે, કોના ગઢમાં કોણ ગાબડું પાડે છે. તે આવનારા દિવસોમાં વધુ રસપ્રદ બનશે. કારણ કે જોડતોડની રાજનતીમાં બન્ને પક્ષના બારણાં ખુલ્લા છે. એટલે આવન જાવન તો રહેવાની જ.
  Published by:kiran mehta
  First published:

  Tags: Four, Join Congress, Launches, કોંગ્રેસ

  विज्ञापन
  विज्ञापन