પ્રણવ પટેલ, અમદાવાદ : 'વિશ્વાસઘાત.. વિશ્વાસઘાત.. વિશ્વાસઘાત..' આ શબ્દો સાથે ઠાકોર સેનાના પ્રમુખ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ મુક્ત થવાની જાહેરાત કરી, પોતાની ઠાકોર સેનાને કોંગ્રેસ પાર્ટીમાં અન્યાય થતો હોવાનું કહીને કોંગ્રેસને અલવિદા કહેનારા અલ્પેશ ઠાકોર પ્રકરણ મામલે 48 કલાક બાદ કોંગ્રેસનું હાઇકમાન્ડ હરકતમાં આવ્યું છે. દિલ્હીથી કોંગ્રેસ હાઇકમાન્ડ સમગ્ર વિખવાદનો અહેવાલ માંગ્યો છે. એક તરફ અલ્પેશે રાજીનામું ધરી દીધું છે,તો બીજી તરફે કોંગ્રેસે કહ્યું છે, કે અલ્પેશનું રાજીનામું મળ્યું નથી, તો અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે તેઓ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય જ નથી.
અલ્પેશ ઠાકોરના રાજીનામા મુદ્દે પક્ષ વિરુદ્ધ નિવેદન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. કોંગ્રેસ હાઇ કમાન્ડે પ્રદેશ નેતાગીરી પાસે અહેવાલ માંગ્યો છે. અલ્પેશ ઠાકોરે જે રીતે કોંગ્રેસ પાર્ટીનો હાથ છોડ્યા ત્યારબાદ તેમણે બનાસકાંઠામાં ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો અને કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા. આ ઉપરાંત દિલ્હી હાઇકમાન્ડ રિપોર્ટ આપ્યો છે પરંતુ અલ્પેશને સસ્પેન્ડ કરવો કે નહીં તે અંગે પણ અસમંજસ છે.
અલ્પેશ ઠાકોરના રાજીનામાનો મુદ્દો ઉપરાંત અગાઉ જે ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું આ તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા પ્રદેશ નેતાગીરી પાસે અહેવાલ માંગવામાં આવ્યો છે.
અંતિમ નિર્ણય રાહુલ ગાંધી કરશે
અલ્પેશ ઠાકોરના રાજીનામા મુદ્દેે પ્રદેશ કોંગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોરનું રાજીનામું સ્લીકારવામાં આવ્યું નથી. અલ્પેશ ઠાકોર બિહારના સહ પ્રભારી અને રાષ્ટ્રીય સચિવ હોવાના કારણે અલ્પેશના રાજીનામા મુદ્દે અંતિમ નિર્ણય તો હાઇ કમાન્ડ જ કરશે. કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દે પ્રતિક્રિયા પણ આપી છે કે તેમને હજુ સુધી અલ્પેશનું રાજીનામું મળ્યું નથી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર