મયુર માંકડિયા, ગાંધીનગરઃ લોકસભાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આચાર સંહિતા લાગી હોવાથી તમામ પક્ષોએ આચાર સંહિતા ભંગ ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે અમદાવાદ કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી છે. કોંગ્રેસ ચૂંટણી પંચને આ ફરિયાદ કરી છે. તો બીજી તરફ અમિત શાહ આવતી કાલે એટલે કે બુધવારે સાંજે અમદાવાદ આવનાર છે. અને ઉમેદવારી પ્રક્રિયા બાદની સ્થિતિની સમીક્ષા કરવાના છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ કોંગ્રેસ દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી છે. તાજેતરમાં અમિત શાહેર અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો. અને તેમણે ગાંધીનગર ખાતે લોકસભાની બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. અમિત શાહનારોડ શો દરમિયાન આચાર સંહિતાનો ભંગ થયો હોવાનો કોંગ્રેસની ફરિયાદ છે. રોડ શો દરમિયાન હોસ્પિટલો પાસે લાઉડ સ્પીકરની મંજૂરી આપવામાં આવી હતી. સાથે સાથે જાહેર માર્ગ ઉપર લોકો માટે બંધ કરાયા હતા. આમ અમિત શાહના રોડ શો દરમિયાન આચાર સંહિતનાો ભંગ થયો હતો. આ અંગે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને તાત્કાલીક ધોરણે પગલા લેવા માટે ચૂંટણી પંચ સમક્ષ માગ કરી છે.
આ ઉપરાંત અમિત શાહ આવતી કાલે બુધવારે ફરીથી અમદાવાદ આવનારા છે. મળતી માહિતી પ્રમાણે અમિત શાહ ઉમેદવારી પ્રક્રિયા બાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, 30 માર્ચના દિવસે અમિત શાહનો ચાર કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો. શાહના આ ચાર કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન ઠેર-ઠેર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.. રસ્તાની બંને બાજુ લોકો અમિત શાહના રોડ શોને નિહાળવા માટે ઉભા રહ્યા હતા. . અમિત શાહ પોતે પણ રથમાં ઉભા રહીને હાથ ઊંચો કરી તેમજ હસતા હસતા લોકોનું અભિવાદન કરી રહ્યા હતા.
અમિત શાહનો રથ જ્યાંથી નીકળ્યો છે તે રોડ પરની બિલ્ડિંગોમાં આવેલી ઓફિસો અને રહેઠાણોની ગેલેરીમાં લોકો ઉભા રહી ગયા હતા. ત્યાંથી ઊભા ઊભા લોકો અમિત શાહના રથ પર ફૂલોનો વરસાદ વરસાવી રહ્યા હતા. સામે અમિત શાહ પણ પોતાના રથમાંથી ફૂલો લોકો પર ફેંકી રહ્યા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર